November 27, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

તાલિબાનીઓ આવતા જ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુ ભાગી ગયા અને હવે એમની દીકરી અમેરિકામાં કરે છે મોજ

તાલિબાન કાબુલમાં ઘુસતાની સાથે જ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે. ગનીએ દુબઈમાં આશરો લીધો અને અફઘાનિસ્તાન આતંકી જૂથના હાથમાં આવી ગયું. બીજી તરફ ગનીની પુત્રીની એક તસવીર સામે આવી છે, જેમાં તે આ ઘોંઘાટથી દૂર ન્યુયોર્કમાં બેફિકર થઈને ચાલી રહી છે. ૪૨ વર્ષીય મરિયમ ગની ગુરુવારે એક મિત્ર સાથે જાેવા મળી હતી.

અશરફ ગનીએ માનવતાના ધોરણે દુબઈમાં આશરો લીધો છે. અહેવાલો અનુસાર તે ૧૬૯ મિલિયન ડોલર એટલે કે લગભગ ૧૨ અબજ ૫૭ કરોડ રૂપિયા સાથે હેલિકોપ્ટર દ્વારા કાબુલથી ભાગી ગયા છે. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર મરિયમ ગની વર્ષોથી ન્યૂયોર્કમાં રહે છે. તે બ્રુકલિનના ક્લિન્ટન હિલ નજીક એક વૈભવી ઘરમાં રહે છે. એવું કહેવામાં આવે છે કે વિઝ્‌યુલ આર્ટિસ્ટ અને ફિલ્મ મેકર મરિયમનો જન્મ અને ઉછેર અમેરિકામાં થયો છે.

માહિતી અનુસાર તે અફઘાન મહિલાઓની સરખામણીમાં ખૂબ જ અલગ છે અને બોહેમિયન જીવનશૈલીને અનુસરે છે. ૨૦૧૫માં એક મુલાકાતમાં મરિયમે પોતાને ગણાવી હતી. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે અહેવાલ આપ્યો છે કે તેના વૈભવી ઘરમાં જમીનથી છત સુધીની આલમારી હતી જેપુસ્તકોથી ભરેલી હતી.

અખબારે અહેવાલ આપ્યો છે કે મરિયમનું ફ્રિજ મોટિવેશનલ કોટ્‌સ સાથે સજાયેલો છે. તેના રસોડાના આલમારીમાં લીલા ટામેટાં રાખેલા હતા જે તેણે પોતે પસંદ કર્યા હતા. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર મરિયમે અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. તે તાલિબાનથી પ્રભાવિત અફઘાન નાગરિકોના પક્ષમાં વકાલત કરવા માટે અમેરિકીન્સને પ્રોત્સાહિત કરી રહી છે. તે અફઘાનિસ્તાનમાં તેના પરિવાર, મિત્રો અને સાથીઓ માટે દુઃખ અને ભયમાં છે.

ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનથી ભાગીને સંયુક્ત આરબ અમીરાત પહોંચેલા અશરફ ગનીએ બુધવારે એક વિડીયો મેસેજમાં જણાવ્યું હતું કે કાબુલને તાલિબાન દ્વારા ઘેરી લેવામાં આવ્યું છે અને તેણે રક્તપાત રોકવા માટે દેશ છોડી દીધો છે. અશરફ ગનીએ કહ્યું કે તેણે કાબુલને એટલી વહેલી છોડી દેવું પડ્યું કે તેઓ પોતાના સેન્ડલ પણ ઉતારીને પગરખાં પણ પહેરી શક્યા નહીં.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *