September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા મંડળની 16 પેસેન્જર ટ્રેનો થશે ચાલુ, સિઝન ટિકિટ ધારકોને 15 સપ્ટેમ્બરથી મુસાફરી કરવાની અપાઈ મંજૂરી

હાલમા પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને વડોદરા મંડળની 15 સપ્ટેમ્બર, 2021થી વડોદરા મંડળની 16 પેસેન્જર, મેમુ અને ડેમુ  ટ્રેનોમાં માસિક સીઝન ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે માસિક સિઝન ટિકિટ ધારકોને માસિક ધોરણે જ MST આપવામાં આવશે. આ ટ્રેનો ચાલુ થતા મુસાફરોને પણ વિનંતી કરવામાં આવી છે કે પ્રવાસ દરમિયાન સ્થાનિક / રાજ્ય વહીવટ તંત્ર  દ્વારા જારી કરાયેલા કોવિડ -19 પ્રોટોકોલનું પાલન કરવાનુ રહેશે. આ અંગે વડોદરા મંડળના જનસંપર્ક અધિકારી શ્રી પ્રદીપ શર્માએ માહિતી આપી હતી.

* શરૂ થનારી ટ્રેનોની યાદી નીચે મુજબ છે:

ટ્રેન 09316/09315 – વડોદરા – અમદાવાદ – વડોદરા મેમુ

ટ્રેન 09079 – સુરત-વડોદરા મેમુ

ટ્રેન 09082 ભરૂચ – સુરત મેમુ

ટ્રેન 09156 /09155 – વડોદરા-સુરત-વડોદરા મેમુ

ટ્રેન 09496 /09495 – અમદાવાદ-વડોદરા, અમદાવાદ-પેસેન્જર

ટ્રેન 09319 /09320 – વડોદરા-દાહોદ-વડોદરા મેમુ

ટ્રેન 09427 /09428 – આણંદ – ખંભાત -ડેમુ

ટ્રેન 09429 /09430 – ખંભાત – આણંદ -ડેમુ

ટ્રેન 09172/09171 – ભરૂચ – સુરત – ભરૂચ મેમુ

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *