September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

સૌરાષ્ટ્રના અતિવૃષ્ટિ પ્રભાવિત વિસ્તારો માટે મુખ્યમંત્રી ફંડમાં મોરારિબાપુ દ્વારા 25 લાખનું અનુદાન

સૌરાષ્ટ્રમા હાલ મેધમહેર મેધકહેર સાબિત થઈ છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમો ભારે વરસાદને કારણે ઓવરફ્લો થઈ ગયા છે. સૌરાષ્ટ્રના જામનગર, જુનાગઢ, રાજકોટ વગેરે વિસ્તારોમાં એક જ દિવસમાં 22 ઈંચ સુધીની અતિવૃષ્ટિ થઈ છે અને તેને લીધે અનેક ગામોમાં જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. આવા અતિ ભારે વરસાદને લીધે આવેલા પુરને કારણે કોઈ કોઈ સ્થળે તો લોકોના ઘરમાં પાંચ પાંચ ફૂટ પાણી પણ ભરાઈ ગયા હતા. ઘરવખરી, રસોઈનો સમાન અને અનાજ વગેરે તણાઈ પણ ગયું છે અને બધુ નાશ પામ્યું છે. અનેક પશુના પણ મૃત્યુ થયા છે. ખેતીની જમીનોનું પણ ધોવાણ થયું છે.

પુર પ્રકોપને લીધે લોકોને અનેક પ્રકારે નુકશાન થવા પામ્યું છે. આ સ્થિતિમાં હર હમેશની માફક પૂજ્ય મોરારિબાપુએ પોતાની સંવેદના પ્રગટ કરી છે. એમણે સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોની માહિતી મંગાવી છે અને દાર્જીલિંગ ખાતે ચાલી રહેલી રામકથાની વ્યાસપીઠ તરફથી તુલસી પત્ર રૂપે અસરગ્રસ્ત લોકો માટે શ્રી. ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ફંડમાં રૂપિયા 25 લાખની સહાય મોકલવા જણાવ્યું છે. થોડા સમયમાં ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહતકોશમાં આ રકમ જમા કરવી દેવામાં આવવાનુ કહેવામા આવ્યુ છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *