September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

સૌરાષ્ટ્રના 37 જળાશયો થયા ઓવરફ્લો, નીચાણવાળા અનેક ગામો બન્યા બેટ

સમગ્ર ગુજરતમા 3 દિવસથી મેધમહેર યથાવત છે. સૌથી વધુ વરસાદ 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં નોંધાયો છે અને અવિરત વરસાદના કારણે ગામડાઓમાં સ્થિતિ ગંભીર બની ગઈ છે. કાલે જામનગર અને રાજકોટમા રેસ્ક્યૂ ટીમ લોકોની મદદે પહોચી હતી. ધોધમાર વરસાદથી સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયોમાં હવે ઓવરફ્લો થયા છે.

મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રના કુલ 141માંથી 37 ડેમો સંપૂર્ણ ભરાઈ ચુકયા છે અને તમામ ડેમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ સાથે રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેમોમાં પાણી આવક જોતા તેને તૂટતા બચાવવા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે.

વાત કરીએ એકલા જામનગરની જ તો શહેરમા આવેલા 9 મોટા ડેમમાંથી 8 ડેમો ઓવરફ્લો થઈ ગયા છે જ્યારે રાજકોટમાં 7 મોટા ડેમમાંથી 5 ડેમ અને જૂનાગઢના વંથલીનો ઓઝત-વિઅર ડેમ ઓવરફ્લો થઈ ચુકયો છે. લોધિકામાં રાજકૉટનો સૌથી વધારે વરસાદ નોંધાયો છે અને જેથી ન્યારી-1 ડેમની સપાટીમા વધારો થઈ રહ્યો છે.

આ સિવાય જૂનાગઢના દામોદર કુંડ, સોનરખ અને કાળવો નદીમાં ઘોડાપુર અને વિલીંગ્ડન ડેમ ઓવરફલો થઈ ગયો છે. હાલ ડેમોની સ્થિતિ વિશે વાત કરીએ તો આજી-4ના 50 દરવાજા 6 ફુટ, ઉંડ-1 ના 17 દરવાજા 21 ફુટ, ઉંડ-2 ના 33 દરવાજા 10 ફુટ, ફુલઝર(કો.બા.)ના 12 દરવાજા 7.87 ફુટ, ઉમિયાસાગરના 17 દરવાજા 8 ફુટ, કંકાવટી ડેમના 5 દરવાજા 4 ફુટ ખોલવામાં આવ્યા હતાં.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *