September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

એમેઝોન પે તેના ગ્રાહકો માટે લાવ્યુ એફડી કરવાની સુવિધા, કુવેરા સાથે થયા કરાર

કોરોના મહામારી વચ્ચે દેશમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધી રહ્યો છે. આ વચ્ચે હાલ એમેઝોન પે ઇન્ડિયાએ તેના ગ્રાહકો માટે નવી સુવિધા લાવ્યું છે જેમા હવે ગ્રાહકો ફિક્સ્ડ ડિપોઝિટ ખોલી શકશે. એમેઝોન પેએ ભારતમાં તેના ગ્રાહકોને સંપત્તિ વ્યવસ્થાપન સેવાઓ આપવા માટે રોકાણ પ્લેટફોર્મ કુવેરા સાથે જોડાણ કર્યું છે.

જો કે એમેઝોન પેની હરીફ ડિજિટલ પેમેન્ટ એપ ગૂગલ પે છે અને આરબીઆઈની નજર હેઠળ આ કામ થશે. એમેઝોન પે ઇન્ડિયાએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના ગ્રાહકો મ્યુચ્યુઅલ ફંડ અને ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરી શકશે. એમેઝોન પે ગ્રાહકોની ડિપોઝિટ કઈ બેંકોમાં જમા થશે તે વિશે હજુ સુધી કોઈ જાણકારી આપવામા આવી નથી.

શરૂઆતમાં કુવેરા મ્યુચ્યુઅલ ફંડ અને એફડી ઓફર કરશે અને સમય જતાં અન્ય પ્રોડકટતેમા ઉમેરવામાં આવશે. ગૂગલ પેએ તેના ગ્રાહકોને એફડી સુવિધા આપવા માટે સેતુ સાથે જોડાણ કર્યું છે. શરૂઆતમાં ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક એફડી સુવિધા ગૂગલ પે પર ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે ગૂગલ પેની આવી જાહેરાત બાદ રિઝર્વ બેંક મોટી ટેકનોલોજી કંપની અને બેંક વચ્ચેના સોદા પર નજર રાખી રહી છે કારણ કે તેની વ્યાપક અસર નાણાકીય સ્થિતિ પર થશે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *