November 27, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

મેંઢરનાં જંગલોમાં છૂપાયેલા આતંકવાદીઓ પર અંતિમ હુમલાની તૈયારીમાં સેના, મસ્જિદો દ્વારા લોકોને ઘરમાં રહેવા અપાયા આદેશ

જમ્મુ અને કાશ્મીરના પુંછ અને રાજૌરી જિલ્લાઓમાં જંગલ વિસ્તારમાં આતંકવાદ વિરોધી કામગીરીને આજે નવ દિવસ પૂર્ણ થઈ ગયા છે. મેંધરમાં સ્થાનિક લોકોને જાહેરનામા દ્વારા ઘરની અંદર રહેવાનું કહેવામાં આવ્યું છે.

અધિકારીઓએ આ વિશે માહિતી આપતા કહ્યુ હતુ કે ભટ્ટા દુરિયા અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક મસ્જિદોમાંથી મુનાદીઓ કરી લોકોને ચેતવણી આપવામાં આવી હતી. સુરક્ષા દળો પૂંછ જિલ્લાના મેંધરમાં જંગલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ સામે અંતિમ કાર્યવાહીની તૈયારી કરી રહ્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર લોકોને આ દરમિયાન ધ્યાનમાં રાખીને જંગલ વિસ્તારમાં ન જવા અને તેમના પશુઓને તેમના ઘરમાં રાખવા માટે કહેવામાં આવ્યું છે. બહાર ગયેલા લોકોને પણ પશુઓ સાથે ઘરે પરત ફરવાની સુચના આપવામાં આવી છે. પુંછના સુરણકોટ વિસ્તારમાં 11 ઓક્ટોબરથી શરૂ થયેલા એન્કાઉન્ટરમાં જેસીઓ સહિત પાંચ સેનાના જવાન શહીદ થયા હતા.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *