October 20, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

બાયડન સરકારના નિર્ણયમાં ફેરફાર, કોવિશીલ્ડને માન્યતા આપી છતા ભારતીયના પ્રવેશ અંગે હજુ પ્રશ્નાર્થ, જાણો શુ કહ્યુ બ્રિટનને…

ગઈકાલે જ બાયડન સરકારે નિર્ણય લીધો હતો કે ભારત, ચીન અને બ્રાઝીલ સહિત 30 દેશોના નાગરિકોને તેમના દેશમા પ્રવેશ માટે મંજૂરી છે. આ સાથે ભારતમાં લોકોએ જે વેક્સિન લીધી છે તે જો અધિકૃત નહીં થાય એ ચર્ચા હતી. આ પછી ભારતીયોને પ્રવેશ અંગે હવે નિર્ણય લેવાયો છે કે કોવિશીલ્ડને મંજૂરી આપી દીધી છે. મળતી માહિતી મુજબ બ્રિટનને આખરે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી રસી કોવિશીલ્ડને પોતાના પ્રવાસ નિયમોમાં માન્યતા આપી છે.

આ કહેવામા આવ્યુ છે કે બ્રિટન જનારા ભારતીયોને ક્વોરેન્ટાઈન રહેવું ફરજિયાત હશે. આ વિશે વિગતે વાત કરીએ તો હાલ એસ્ટ્રાજેનેકા કોવિશીલ્ડ, એસ્ટ્રાજેનેકા વજેવરિયા અને મોર્ડના ટકીડાના ફોર્મૂલેશનને માન્યતા આપવામાં આવી છે. પરંતુ કોવિશીલ્ડના બન્ને ડોઝ લેનારા પ્રવાસીઓને 10 દિવસ ક્વોરેન્ટાઈન રહેવુ ફરજિયાત છે. બ્રિટનના નવા નિયમ મુજબ કોવિશીલ્ડ રસી લેનારાને રસી લીધેલા નહોતા મનાઈ રહ્યા. આ પછી હવે ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા રસી મેળવનારને માન્યતા આપવામાં આવી હતી જેને કારણે આ આખો વિવાદ થયો છે.

હવે ચર્ચાનો વિષય એ બન્યો છે કે બ્રિટને ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા, ફાઈઝર બાયોનેટેક, મોર્ડના અથવા જોનસન એન્ડ જોનસનની રસીને માન્યતા આપી દીધી છે અને બીજી તરફ ભારતમાં મોટાભાગે લોકોએ કોવિશીલ્ડ રસી લીધી છે. હવે આ બ્રિટનના એસ્ટ્રાજેનેકા રસીનું જ ભારતીય વર્ઝન છે જેને સીરમે બનાવી છે. આ પછી પણ ભારતને આ યાદીમાથી બાકાત રખાયુ છે. આ બાબતે કાલે જ ભારત દ્વારા કહેવામા આવ્યુ હતુ કે બ્રિટને કોવિશીલ્ડને માન્યતા નહીં આપીને ભેદભાવ પૂર્ણ વલણ અપનાવ્યું છે અને જો આનું કોઈ સમાધાન નહીં કાઢવામાં આવે તો ભારત તરફથી પણ જવાબી કાર્યવાહી કરવામાં આવશે.

આ વિવાદ બાદ બ્રિટનને ટ્રાવેલ સંબંધમાં હાલ લાલ, એમ્બર અને લીલા રંગ એમ 3 વિભાગ પાડ્યા છે.:

* આ યાદીમા જે દેશ રેડ લિસ્ટમાં છે ત્યાંથી આવનારા લોકોને 10 દિવસ હોટેલ ક્વોરેન્ટાઈન રહેવુ પડશે

* 2 દિવસ પહેલા તેનો કોરોના ટેસ્ટ કરાવો ફરજિયા રહેશે.જે લોકોએ બે ડોઝ લઈ લીધા છે તેમને પણ આ નિયમો માનવા પડશે.

* જો કોઈ આ નિયમોનુ પાલન કરતા નથી તો 10 હજાર પાઉન્ડનો દંડ રાખવામા આવ્યો છે.

* કોઈ આરટીપીસીઆર ટેસ્ટ વગર બ્રિટન આવે છે તો તેને 5 હજાર પાઉન્ડનો દંડ ફટકારવામા આવશે.

* રેડ લિસ્ટમાં નહીં હોય તેઓ માટેના નિયમો રસીકરણ સ્ટેટસ પર નિર્ભર કરશે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *