September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

એગ્રો ફોરેસ્ટ્રી યોજના અન્વયે યોજાયો કેપેસીટી બીલ્ડીંગ એન્ડ ટ્રેનીંગ, સ્વૈચ્છિક કાર્બન પ્રોજેકટ કાર્યક્રમ, મોટી સંખ્યામા ખેડૂતો રહ્યા હાજર

ખેડા જિલ્લા વન વિભાગ અને TERI, VNV સલાહકાર સંસ્થાની સાથે રહી ખેડા જિલ્લામાં એગ્રો ફોરેસ્ટ્રી વાવેતર માટે સ્વૈચ્છિક કાર્બન માર્કેટ પ્રોજેકટ અમલમાં મૂકી રહી છે. આ પ્રોજેકટનો ઉદ્દેશ ખેડા જિલ્લામાં કાર્બન સિક્વેસ્ટ્રેશનની સંભાવવાનું મૂલ્યાંકન કરવાનો અને સાથે કાર્બન ક્રેડીટના સ્વરૂપમાં ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે. આ પ્રોજેકટ અંતર્ગત કાર્બન ઉત્સર્જન ઘટાડાનો દાવો કરવા માટે VERRA દ્વારા VCS  સ્ટાન્ડર્ડ સાથે નોંધણી કરવાનો છે.

આ સંદર્ભે ખેડુતોના મંતવ્યો જાણવા માટે ખેડા જિલ્લા વન વિભાગ, TERI અને VNV સલાહકાર સંસ્થા દ્વારા તા.૧૩/૦૯/૨૦૨૧, સોમવારના રોજ ઉમા મંગલ ભવન, મંજીપુરા રોડ, મંજીપુરા ચોકડી, નડીઆદ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં કર્મચારીઓ અને મોટી સંખ્યામમાં ખેડુત અગ્રણીઓ હાજર રહેલ હતા. આ સાથે જો કોઈ ખેડૂત મિત્રોને આ અંગે વધુ જાણકારી જોઇતી હોય તો તે માટે રૂબરૂ કે ટેલીફોન દ્વારા આપવામા આવશે.

આ કાર્યક્રમમાં ડૉ ટી. કરૂપ્પાસામી, નાયબ વન સંરક્ષકશ્રી, નડીઆદ, શ્રી એન.એસ.પટેલ, મદદનીશ વન સંરક્ષકશ્રી, નડીઆદ, ડૉ.જે.વી.શર્મા, નિવૃત આઈ.એફ.એસ. અધિકારી,ઉત્તરપ્રદેશ કેડર. ડાયરેકટર લેન્ડ રીસોર્સ ડીવીઝન, ટેરી., શ્રી સિધ્ધાર્થ અડકે, ટેરી-પ્રોજેકટ, શ્રી સતીષ શ્રીવાસ્તવ, આઈ.એફ.એસ. અધિકારી, ગુજરાત કેડર, ડૉ વાર્સનેય, નિવૃત આઈ.એફ.એસ. અધિકારી, ગુજરાત કેડર તથા એન.જી.ઓ.-શીડ ફાઉન્ડેશન અને પ્રમુખશ્રી, સોમીલ એસોશીએશન, ખેડા-નડીઆદે ઉપસ્થિરત રહિ ખેડુતો દ્વારા પુછવામાં આવેલ વિવિધ પ્રશ્નો બાબતે જરૂરી માર્ગદર્શન, વૃક્ષ વાવેતર તેમજ કાર્બન ઉત્સર્જન અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *