September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

સૌરાષ્ટમાં સર્જાયેલી તારાજીનુ નિરીક્ષણ કરવા જામનગર પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ, અસરગ્રસ્તોની મદદ માટે તંત્રને આપ્યા આદેશ

ગુજરાતમા મેધમહેર જોવા મળી રહી છે. આ વચ્ચે રાજ્યના કેટલાક રાજ્યોમા મેધમહેર કહેર સાબીત થઈ છે. એક તરફ રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથ લઈ રહ્યા હતા અને બીજી તરફ રાજ્યના અનેક જિલ્લાઓ પાણી પાણી થઈ ગયા હોવાથી સત્તા સંભાળતાની સાથે તેઓ એક્શન મોડમાં આવી ગયા છે. સૌરાષ્ટમાં સર્જાયેલી તારાજી અને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત માટે ભૂપેન્દ્ર પટેલ હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને ગ્રામજનોએ તાત્કાલિક તમામ મદદ માટે તંત્રને આદેશ આપ્યા છે.

મળતી માહિતી મુજબ હવે ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં સર્જાયેલી વિકટ પરિસ્થતિનો રૂબરૂ તાગ મેળવશે. સૌરાષ્ટ્રમાં સ્થિતિ એવી છે કે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને હાલ સૌરાષ્ટ્રમાં 545 વીજપોલ જમીનદોસ્ત થતા વીજ વ્યવવહાર ખોરવાયો છે જેમા રાજકોટના 23 અને જામનગરના 85 ગામ સહિત 145 ગામનો સમાવેશ થાય છે.

રાજકોટમાં સોમવારે 13 ઇંચ અને રાજકોટના લોધીકામાં 21 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે હજુ પણ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આજી નદી બે કાંઠે વહી રહી છે અને શહેરના ડેમો ઓવરફ્લો થઈ ચૂક્યા છે. સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ બની છે અનેક જિલ્લોમાથી મેઘતાંડવના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *