September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

દિલ્હી કોર્ટે સિંગર હની સિંહને ફટકારી નોટિસ, પત્ની શાલિની તલવારની અરજી પર શરૂ થઈ કાર્યવાહી

સિંગર અને બોલીવુડ અભિનેતા હ્રીદેશ સિંહ ઉર્ફે યો યો હની સિંહને બુધવારે દિલ્હીની કોર્ટે નોટિસ ફટકારી છે. તેમની પત્ની શાલિની તલવારની નવી અરજી પર કોર્ટે તેમને આ નોટિસ આપી છે. મળતી માહિતી મુજબ આ એપ્લિકેશનમાં શાલિનીએ હની સિંહ અથવા તેની કંપનીઓની માલિકીની મિલકતનું યુએઈમાં થર્ડ પાર્ટીને વેચાણ રોકવાની માંગ કરી છે.

શાલિની તલવારે હની સિંહ પર ઘરેલુ હિંસા, માનસિક શોષણ અને આર્થિક દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. જ્યારે તે આ કેસમાં 3 સપ્ટેમ્બર 2021ના રોજ તીસ હજારી કોર્ટમાં હાજર થયો ત્યારે તે તેના બોડિગાર્ડ સાથે જોવા મળ્યો હતો. આ મામલાની સુનાવણી જજની પોતાની ચેમ્બરમાં થઈ હતી. હની સિંહના વકીલે પોતાની આવકનો અહેવાલ તીસ હજારી કોર્ટમાં સીલબંધ કવરમાં રજૂ કર્યો હતો. આ પછી જજે હની સિંહ અને તેની પત્ની શાલિની સિંહની તેમની ચેમ્બરમાં સલાહ આપી હતી.

છેલ્લી સુનાવણીમાં કોર્ટે હની સિંહને હાજર થવા માટે સમન્સ જારી કર્યું હતું, પરંતુ કોર્ટના આદેશ છતાં તે હાજર થયો ન હતો. આ અંગે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તાનિયા સિંહે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે કોર્ટના આદેશનું પાલન કરવામાં આવી રહ્યું નથી. આરોપીએ વિચારવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી.

રેપર હની સિંહની પત્ની શાલિની તલવારે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં સિંગર સામે ઘરેલુ હિંસાનો કેસ ‘ઘરેલુ હિંસાથી મહિલાઓનું રક્ષણ’ હેઠળ કેસ દાખલ કર્યો છે. 28 ઓગસ્ટ 2021ના રોજ શાલિની તલવારે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તાનિયા સિંહ સમક્ષ શાલિનીએ કહ્યું મારી પાસે કોઈ વિકલ્પબચ્યોનથી. મેં જીવનના 10 વર્ષ આપ્ય, હું બધું છોડીને તેની સાથે રહી. હવે તેણે મને છોડી દીધી છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *