October 20, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

AIMIM ચીફ ઓવૈસીના ઘરમાં થઈ તોડફોડ, પકડાયેલા 5 આરોપી આ સંગઠનના હોવાની શકયતા

ઓલ ઈન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસાદુદ્દીન ઓવૈસી તેમની ટીપ્પણીના લઈને ચર્ચામા રહેતા હોય છે. હાલ ફરી તેઓ ગુજરાતની મુલાકતે હતા અને જે બાદ આજે ફરી એકવાર ચર્ચામાછે. હૈદરાબાદના સાંસદ અસાદુદ્દીન ઓવૈસીના નિવાસ પર તોડફોડ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે અને હવે આ મામલે 4 આરોપીઓની ધરપકડ પણ થઈ છે.

મળતી માહિતી મુજબ આ આરોપીઓ હિન્દુ સેનાના કાર્યકર હોવાની સંભાવના છે અને તેમના પર સંસદ માર્ગ સ્ટેશનમાં IPCની કલમ 427, 188 અને સાર્વજનિક સંપતિને નુકસાન પહોંચાડવા હેઠળના અધિનિયમની કલમ 3 અનુસાર કેસ પણ દાખલ કરવામા આવ્યો છે. આ ઘટના બાદ ઓવૈસીએ આ અંગે માહિતી આપતા ફોટો ટ્વિટ કરીને કહ્યું છે કે આજે અમુક ઉગ્રવાદી ગુંડાઓએ મારા દિલ્હી સ્થિત ઘરે તોડફોડ કરી હતી. તેમની આ હરકતો અમે ખ્યાતનામ છે.

આગળ અસાદુદ્દીન ઓવૈસી લખે છે કે હંમશની જેમ તેમણે ઝૂંડમાં જ વીરતા બતાવી છે. સમય પણ એવો જ લીધો કે જ્યારે હું ઘરે નહોતો. ગુંડાઓના હાથમાં કુહાડીઓ અને લાકડીઓ હતી. ઘર પર પત્થરબાજી કરવામાં આવી હતી. ભાજપ પર પ્રહાર કરતાં અસાદુદ્દીન ઓવૈસી કહ્યું હતું કે લોકોની આટળી બધી કટ્ટરતા માટે ભાજપ જવાબદાર છે. કોઈ સાંસદના ઘરે આ રીતે હુમલો કરવામાં આવે તે શું સૂચવે છે?

આ ઘટના બાદ આજે એક વીડિયો પણ સોશિયલ મીડિયો વાયરલ થયો છે જેમાં હિન્દુ સેનાના અધ્યક્ષ લલીત કુમાર બોલી રહ્યા હતા કે તેઓ ઓવૈસીને સબક શીખવાડવા માટે તેમના ઘરે ગયા હતા અને પોતાની રેલીઓમાં ઓવૈસી હિન્દૂ વિરોધી બોલતા હોવાનું કારણ આપ્યું હતું.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *