November 27, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

ડોક્ટરે કરી ઓપરેશનમાં જીવલેણ બેદરકારી, KMG જનરલ હોસ્પિટલને આ ભૂલ માટે કોર્ટે ફટકાર્યો વ્યાજ સહિત વળતરનો દંડ

ખેડાથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લાના વંઘરોલી ગામમા રહેતા દેવેન્દ્રભાઈ રાવલને કમરમાં દુઃખાવો અને પેશાબ કરવામાં સમસ્યા હતી જેથી 2011માં તેમણે મહીસાગરની KMG જનરલ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. આ દરમિયાન 14 MMની પથરી પણ કાઢવામા આવી હતી. હવે આ સારવાર દરમિયાન હોસ્પિટલે એક મોટી બેદરકારી કરી હતી જે દર્દી માટે જીવલેણ હતી.

મળતી માહિતી મુજબ પથરીના ઓપરેશન દરમિયાન ડોક્ટરે તેમની કિડની જ કાઢી લીધી અને તે પછી 4 મહિનામાં દર્દીનુ મોત થયું હતું. આ મામલે આજે ગ્રાહક કોર્ટે 1 લાખનું વ્યાજ સહિત વળતર ચૂકવવા હોસ્પિટલને આદેશ આપ્યો છે. આ મામલે પરિવારે કહ્યુ તેમને એવુ કહેવામા આવ્યુ હતુ કે પથરીને જગ્યાએ તેમને કિડની કાઢવી પડી છે કારણ કે ઈન્ફેક્શન વધારે હતું.

ડોક્ટરે પરિવારની જાણ બહાર જ દર્દીની કિડની કાઢી નાખી હતી, જે બાદ દર્દીનું 4 મહિનામાં જ મોત થઈ ગયું હતું. આ બાદ પરિવાર કોર્ટેમા ગયો જેમા ગુજરાત કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિએડ્રેસલ કમિશને KMG જનરલ હોસ્પિટલને દર્દીના સંબંધીને 11.23 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *