October 20, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

શું પાકિસ્તાન ડરી રહ્યું છે PM મોદી-અમેરિકન રાષ્ટ્રપતિની મુલાકાતથી? જાણો શું કહ્યું અમેરિકા સાથેના સબંધ પર પાકિસ્તાન વિદેશમંત્રીએ

હાલ પાકિસ્તાન અને અમેરિકાના સબંધો ઘણા બગડ્યા છે અને આ વચ્ચે પાકિસ્તાનના વિદેશમંત્રી એક નિવેદન આપ્યું છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું છે કે તેઓ અફઘાનિસ્તાનમાંથી સેના હટ્યા બાદ પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે બગડતા સંબંધોને હવે તેઓ સુધારવા માંગે છે. ન્યૂયોર્કમાં ફોરેન રિલેશન્સ કાઉન્સિલના સત્રમાં બોલતા મહમૂદ કુરેશીએ કહ્યું કે પાકિસ્તાન અને અમેરિકા બંને પાસે વ્યાપક સંબંધો બાંધવાના વિકલ્પો છે અને તેઓ ઇચ્છે છે કે તે મજબૂત બને.

તાજેતરમાં જ અમેરિકી વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેને અમેરિકી સંસદ કોંગ્રેસમાં કાબુલ પર તાલિબાનના કબજા અંગે પોતાના નિવેદનમાં પાકિસ્તાનને નિશાન બનાવ્યું હતું. જ્યારે તેમને અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું ત્યારે અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના ઘણા હિતો છે, જેમાંથી કેટલાક સીધા અમેરિકાના હિતો સાથે વિરોધાભાસી છે. આવા સંજોગોમાં બંને દેશો વચ્ચેના સંબંધો પર નવેસરથી વિચારવાની જરૂર છે.

સત્રને સંબોધતા મહમૂદ કુરેશીએ કહ્યું કે પાકિસ્તાનની આબોહવા-ફ્રેન્ડલી ઉર્જા નીતિ, સ્વચ્છ અને નવીનીકરણીય ઉર્જા અમેરિકન કંપનીઓને તકો પૂરી પાડે છે. પાકિસ્તાને પોતાનું ધ્યાન ભૌગોલિક રાજનીતિથી ભૌગોલિક અર્થશાસ્ત્ર તરફ ખસેડ્યું છે અને અફઘાનિસ્તાન સરહદ પર સામાન્ય આર્થિક પ્રવૃત્તિઓને નાણાં પૂરા પાડવા માટે સહયોગ વિકસાવવા દ્વારા અમેરિકા સાથે કામ કરી શકે છે. કુરેશીએ સંબંધો સુધારવાની વાત એવા સમયે કરી છે જ્યારે વોશિંગ્ટન ઇસ્લામાબાદ પર કડક વલણ અપનાવી રહ્યું હોય તેવું લાગે છે.

ખાસ વાત એ છે કે આ દિવસોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમેરિકાના પ્રવાસે છે. 24 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી અને અમેરિકાના નવા રાષ્ટ્રપતિને પ્રથમ વખત મળશે. પીએમ મોદી અને બાયડનની આ બેઠક પર દુનિયાની નજર તેના પર રહેશે. આ દરમિયાન સંરક્ષણ, પરસ્પર સંબંધો, ભારતીયોના વિઝા મુદ્દે અને વેપાર પર ચર્ચા થવાની છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનને ડર છે કે બંને દેશો મળીને તેના પર કોઈ મોટી કાર્યવાહી ન કરે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *