October 20, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

ઉપલેટા અને વડોદરાથી ભાજપ માટે સારા સમાચાર, આ ચૂંટણીમાં લહેરાવ્યો ભગવો

હાલ ઉપલેટાના માર્કેટિંગ યાર્ડમાં તાજેતર ચૂંટણી યોજાઈ હતી જેમા 16 બેઠકો માટે સૌ પ્રથમ રાજકીય પક્ષ પેરિત ઉમેવારોએ ઉમેવારી નોંધાવી અને ખેડૂતોની 10 બેઠકો માટે અને ખરીદ વેચાણ સંઘની 2 બેઠકો માટે અને 4 વેપારી બેઠકો માટે ચૂંટણી યોજવાની હતી. આ સાથે ભાજપ પ્રેરિત વેપારી બેઠકોમાં 4-4 બેઠકો બિન હરીફ હતી. આ સિવાય ખેડૂતોની 10 બેઠકો માટે કુલ 21 ફોર્મ ભરાયા હતાં જેમાંથી 11 ઉમેદવારો 10 બેઠકો મટે ચૂંટણી લડ્યાં હતાં.

મળતી માહિતી મુજબ 10 બેઠકો ઉપર ભાજપે જીત મેળવી છે. આ સિવાય વડોદરા APMCમાં પણ સહકારી મેન્ડટ આધારીત ચૂંટણી થઈ અને તેમા બરોડા ગ્રીન મર્ચન્ટ એસોસિએશન સાયજીપૂરા શાકભાજી માર્કેટની સમજૂતી વાળી પેનલમાં વેપારી વિભાગની 4 બેઠકો માટે મતદાન થયુ હતું. આ 4 બેઠકો માટે 5 ઉમેદવારો પૈકી ભાજપના અલ્પેશ શાહ સિવાય ઉમેશ ચંદુ કોટડીયા, જયપ્રકાશ ખીલનાણી, દીપને મુકુંદ ગાંધી અને નારાયણ પટેલે જીત મેળવી હતી.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *