November 27, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

સરદારના અપમાન મામલે હાર્દિક પટેલના મૌન પર ઉઠ્યા સવાલ, આ નેતાએ આંગળી ચીંધતા કહ્યુ….

સરદારના અપમાન મામલે હાર્દિક પટેલના મૌન આંગળી ચીંધાઇ રહી છે. આજે ભાજપ પ્રવક્તા ભરત ડાંગરે કહ્યું કે સરદાર નામે રોટલા સેકનાર હાર્દિક પટેલ કેમ ચૂપ છે?  કોંગ્રેસની હાઈલેવલ CWCની યોજાયેલી બેઠકમાં સભ્ય હમીદ કર્રાએ હાર્દિક પટેલ પર વાર કર્યો હતો.

તેમણે આ મામલે કહ્યુ કે સરદારના નામે રોટલા શેકનાર હાર્દીક પટેલ મિટિંગમાં સરદાર પટેલના થયેલા અપમાન બાબતે કેમ ચૂપ છે. કોંગેસમાં પ્રવેશ મળતા હાર્દિક કેમ મૌન તોડતો નથી, સરદારના નામે રાજનીતિ કરનાર હાર્દિક દરેક વાત પર પોતાનો મત આપે છે તો કેમ આ મામલે ચુપ્પી તોડતો નથી?

મળતી માહિતી મુજબ કોંગ્રેસ નેતા તારીક હમીદ કર્રાએ આ બેઠકમાં કહ્યુ હતુ કે જવાહરલાલ નેહરુએ જમ્મુ કશ્મીરને ભારતમાં ભેળવવાનું કામ કર્યુ હતુ. જ્યારે સરદાર પટેલે મહોમ્મદ અલી જીણા સાથે મળીને કશ્મીરને પાકિસ્તાનને સોંપવાની વાત કરી હતી. આ પછી ભાજપે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે સરદાર પટેલની ભૂમિકા સામે કોંગ્રેસ નેતાએ ઉઠાવેલા સવાલ ગેરવ્યાજબી છે અને સરદારની અખંડિત ભારતની નીતિ સામે ખોટા આરોપ છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *