September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

તમારું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ ચોરાઈ ગયું હોય તો આ રીતે એક જ મેસેજ કરીને કરી નાખો બ્લોક, નહીંતર કોઈક ખાતું સાફ કરી જશે!

વર્તમાન યુગમાં ક્રેડિટ કાર્ડનો ટ્રેન્ડ સામાન્ય બની ગયો છે. ખરીદી કરતી વખતે તમે કેટલાક કેશબેક ઓફરનો પણ લાભ લઈ શકો છો. તમે જે નાણાં ચૂકવ્યા છે તેમાંથી તમે પાછા મેળવી શકો છો. એટલું જ નહીં ટિકિટ, વાઉચર વગેરે માટે તમે તેમને પછીથી રિડીમ પણ કરી શકો છો. ભલે આપણી પાસે રોકડ ના હોય, કાર્ડ દ્વારા આપણે આપણી મનપસંદ વસ્તુ ખરીદીએ છીએ. જો કે જો તમે એમાં એકાદ નાની ભૂલ કરશો તો પણ મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે.

જો તમારું ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું છે અથવા ચોરાઈ ગયું છે, તો તેને તરત જ બ્લોક કરી દેવું જોઈએ, અન્યથા કોઈ પણ તેનો દુરુપયોગ કરી શકે છે અને તમારા પૈસા ઉપાડી શકે છે. કોન્ટેક્ટલેસ ટેકનોલોજીવાળા કાર્ડ્સને પિનની જરૂર નથી. જો કોઈએ તમારું ક્રેડિટ કાર્ડ ખોયું અથવા ચોરી લીધું છે, તો તમે કાર્ડને ઘણી રીતે બ્લોક કરી શકો છો. શું તમે જાણો છો કે તમે SMS દ્વારા પણ તમારું કાર્ડ બ્લોક કરી શકો છો. કારણ કે કાર્ડને બ્લોક કરવા માટે, તમારે બ્લોક અને કાર્ડના છેલ્લા 4 અંકો લખીને 5676791 SMS કરવો પડશે.

કોન્ટેક્ટલેસ ટેકનોલોજીથી સજ્જ કાર્ડ ‘ટેપ એન્ડ પે’ સુવિધા પણ આપે છે એટલે કે કાર્ડ સ્વાઈપ કર્યા વગર માત્ર POS મશીન પર ટેપ કરીને ચુકવણી કરી શકાય છે. કોન્ટેક્ટલેસ કાર્ડ સાથે તમે પિન દાખલ કર્યા વિના 5000 રૂપિયા સુધી ચૂકવી શકો છો.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *