September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

અમદાવાદીઓ હવે તૈયાર રહેજો! પાર્કિંગ ચાર્જમાં થશે તગડો વધારો, કોર્પોરેશન લેવા જઈ રહી છે ચાર્જ મુદ્દે મોટો નિર્ણય

હાલમાં અમદાવાદીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદ શહેરમાં ઓફિસ, સોસાયટી, મોલ, શૉપિંગ સેન્ટર તથા કોમ્પ્લેક્સ માટે ચોક્કસ જગ્યાઓ પર પાર્કિંગ અરજી કરીને વ્યવસ્થા માંગી શકશે. BRTS બસ સ્ટેન્ડ પાસે પાર્કિંગ અને રાઈડ એરિયા પ્લોટ ઊભો કરવામાં આવશે. વાહનોના પાર્કિંગ માટે સ્માર્ટ પાર્કિંગ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે એવી માહિતી સામે આવી રહી છે. જ્યારે વીકએન્ડ અને રજાના દિવસોમાં મનોરંજન તથા ફરવાના સ્થળની આસપાસ શૈક્ષણિક સંકૂલ, ઓફિસ સહિતની જગ્યાઓમાં પાર્કિંગ કરી શકાય એ પ્રકારે એકબીજાની સહમતીથી શેરિંગ આધારે પદ્ધિતિ વિકસાવવામાં આવશે.

હાલમાં મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં નવી પાર્કિંગ પોલિસીમાં જુદી જુદી જગ્યાએ જરૂરિયાત અને માગ પ્રમાણે જુદા-જુદા ઝોનમાં વિભાજન કરવામાં આવશે. પાર્કિંગ માટેની હાઈ ડિમાન્ડ આશ્રમ રોડ, સીજી રોડ, રીંગ રોડ, કોટ વિસ્તારના કેટલાક એરિયામાં છે. જ્યારે હાઈવે સિવાયના અન્ય સ્થાનિક રસ્તાઓમાં ઓછી માગને કારણે તે રોડ લૉ ડિમાન્ડ રોડ તરીકે ઓળખાશે. શહેરમાં વિસ્તાર પ્રમાણે પાર્કિંગ ચાર્જ અલગ-અલગ રાખવામાં આવી શકે છે. માંગને આધારે પાર્કિંગ ચાર્જ નક્કી કરવામાં આવશે. સમીક્ષાને આધારે પાર્કિંગના ચાર્જ નક્કી કરવામાં આવશે. પીક અવર્સ અને બાકી અવર્સ દરમિયાન ચાર્જિસ અલગ અલગ રહેશે. આ રીતે અલગ અલગ મુદ્દાઓ જોઈને ત્યારબાદ ચાર્જ નક્કી કરવામાં આવી શકે છે.

હાલમાં અમદાવાદમાં પાર્કિંગની સમસ્યાઓને લઈને હળવી કરવા માટે તંત્ર તરફથી અનેક પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મહાનગર પાલિકા નવી પાર્કિંગ પોલિસી અંગે વિચારણા કરી રહ્યું છે. આ પાર્કિંગ માટે માસિક, ત્રિમાસિક, છ માસિક કે વાર્ષિક સમયગાળાના ધોરણે પણ વાહનમાલિકો પરમીટ ઈસ્યુ કરાવી શકશે. ઈલેક્ટ્રિક વાહનોને પાર્કિંગ માટે ત્રણ વર્ષ સુધીની રાહત આપવામાં આવી શકે એમ છે. જો કે, હાલની પરિસ્થિતિ એવી છે કે અમદાવાદ શહેરના કોઈ પણ ઝોનમાં પાર્કિંગની સમસ્યા હાલ પણ યથવાત છે. ટ્રાફિસની સમસ્યા હળવી થયા બાદ તંત્રએ હવે પાર્કિંગને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પ્રોજેક્ટથી તંત્રને પણ આર્થિક લાભ થવાના પૂરા ચાન્સ છે. પાર્કિંગ ચાર્જ હવે શું નક્કી કરવામાં આવે છે એના પર હવે સૌની નજર છે. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તમારા ખિસ્સા પર ભાર પડી શકે છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *