September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

ગાંધીનગરમા ચોમાસામાં ઉનાળોનો અહેસાસ: ધોમ તડકામા મહિલા ચાલુ બાઇકે ચક્કર ખાઈ પડી નીચે

આ વર્ષે વરસાદ ઘણો ખેચાઇ રહ્યો છે અને જેથી ચોમાસુ ચાલી રહ્યુ હોવા છતા ઉનાળા જેવુ લાગી રહ્યુ છે. હાલમા ગાંધીનગરમા એક મહિલા આ ચોમાસાના ધોમ તડકામા બેભાન થઈ ગઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગરમીમા બહાર કામથી નિકળેલી એક મહિલાઓને આ તડકામા ચક્કર આવ્યા અને તે ત્યા જ બેભાન થઈ ગઈ હતી. આ જોતા જ સ્થળે રહેલી ટ્રાફિક પોલીસે એમ્બ્યુલન્સ બોલાવી અને આ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી.

આ સિવાય ગાંધીનગરમા જ એક અન્યકેસમા આ મહિલા બાઇક ઉપર બેસેલી હતી અને અચાનક જ તેને ચક્કર આવ્યા અને તે ચાલુ બાઇકમા જ નીચે પડી ગઈ હતી. બંને કેસમા ટ્રાફિક પોલીસ આગળ આવીને મહિલાઓને હોસ્પિટલ સુધી પહોંચડવામા આવી હતી. ગાંધીનગરના સેક્ટર 6 છાવણી પાસે એક ચાલતા જઇ રહેલા એક વૃદ્ધાને એકા એક ચક્કર આવી જતા લોકો એકઠા તો થયા પણ તુ કોઇએ તેમને સારવાર સુધી પહોંચાડતા નહી અને ત્યારબાદ ટ્રાફિક પોલીસના કર્મચારીએ 108ને બોલાવી હતી. હવે વરસાદ ખેંચાતા ગરમીનો પારો વધી રહ્યો છે. નજર કરવામા આવે હાલના આંક્ડાઓ પર તો ગુરૂવારે શહેરનુ તાપમાન લઘુત્તમ 25.0 અને મહત્તમ 33.8 નોંધાયુ હતુ. આ ગરમીના કારણે જ આવા કેસો સામે આવી રહ્યા છે.  

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *