October 20, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

વડોદરામાં 348 બાળકો મેળવે છે સોલર સિસ્ટમથી ચાલતી બસમાં શિક્ષણ, બસમાં છે કમ્પ્યુટરથી લઈને AC સહિતની સુવિધાઓ

છેલ્લા ઘણા સમયથી કોરોનાને કારણે શાળાઓ અને કોલેજો બંધ હતી. આ પછી ઘટતા કેસને જોતા ફરી શાળા કોલેજો શરૂ કરવામા આવી છે. કોરોના દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઇન માધ્યમથી શિક્ષણ અપાઈ રહ્યું હતુ. આ વચ્ચે વડોદરાથી એક અનોખી રીતે બાળકોને શાળા જેવા માહોલમા શિક્ષણની અનુભૂતિ મળે તેવી કામગીરી કરવામા આવી છે.

મળતી માહિતી મુજબ અહીની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી છે જેમા શહેરના એસઆરએફ ફાઉન્ડેશનના સહયોગ મળ્યો છે. એસઆરએફ ફાઉન્ડેશનના મદદથી સોલાર સિસ્ટમથી ચાલતી આ બસમાં કમ્પ્યુટર, ઇન્ટરનેટ, પ્રોજેક્ટર તેમજ એર કન્ડિશનર જેવી સુવિધાઓથી દ્વારા વર્ગખંડ ઉભો કરવામા આવ્યો છે.

આ બસમા વડોદરા શહેરના બહ્માનગર, રાજીવનગર, દરજીપુરા, સવાદ ક્વાટર્સ,  ભાથુજીનગર, સોનિયાનગર, વુડાના મકાન અને વણઝારા ટેકરી જેવા વિસ્તારોના 348થી વધુ બાળકો લાભ લઈ રહ્યા છે. આ સાથે બસમા કોરોનાની ગાઈડલાઈનનુ પણ વિશેષ ધ્યાન રાખવામા આવે છે. આ અંગે સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાના આચાર્ય અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા નિરીક્ષક અને વહીવટ દિલીપ ત્રિવેદીએ માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે આજથી બે મહિના પહેલાં હું હરણીની શાળામાં નિરીક્ષક તરીકે ગયો હતો. ત્યાં એસઆરએફ ફાઉન્ડેશનના પ્રોગ્રામ ઓફિસર વિરલભાઈએ મને આ બસ બતાવી હતી અને ત્યારબાદરાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગ, વર્ચ્યુઅલ ક્લાસીસ તેમજ શેરી શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવાની શરૂઆત કરવામા આવી છે.

વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તરફથી પણ આ અભિગમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ સાથે બાળકોને શાળામાં ભણવાની અનુભૂતિ થાય તે માટે મને બસમાં વર્ગખંડ બનાવવાનો વિચાર આવ્યો હતો. જે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપસિંહ ગોહિલ અને ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ સારું પ્રોત્સાહન આપ્યુ છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *