November 27, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

ભારત બનાવશે કોરોના વેક્સિનેશન મામલે વર્લ્ડ રેકૉર્ડ, સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ કર્યુ આ મોટુ એલાન

વેક્સિનેશન કોરોના સામે લડવા માટે એક અનિવાર્ય પગલુ બની ગયુ છે અને ભારતે આમા મોટી સફળતા પણ મેળવી છે. હાલ ભારતે આ મામલે રેકોર્ડ પણ બનાવ્યો છે. દેશમાં વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશનવ અભિયાન હાથ ધરવામા આવ્યુ છે.

મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 99 કરોડથી વધું લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ અંગે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મોટા સમાચાર આપ્યા છે. તેમણે ટ્વીટર પર ટ્વીટ કરી માહિતી આપી છે કે ટૂંક સમયમાં હવે 100 કરોડ લોકોનું વેક્સિન કરવામાં આવશે.

આ વેક્સિનેશન અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યુ હતું. જેમા શરૂઆતમાં સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિન આપવામાં આવી જે બાદ ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન અપાઈ હતી. હાલ કોરોનાના કેસના આંકડાઓ છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછા 13,058 નોંધાયા છે જેમાથી 19,470 લોકો સાજા થયા અને કુલ 6576 એક્ટિવ છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 164 લોકોએ જીવ ગુમાવ્યા છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *