September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

વૈશ્વિક સ્તરે પાકિસ્તાન આતંકવાદ મામલે ભારતનુ મોટુ નિવેદન, સાંભળીને આતંકના ‘આકા’ જોતા રહી ગયા

હાલ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાથી મોટા સમાચાર આવ્યા છે. પરિષદના 48મા સેશનમાં ભારતે પાકિસ્તાન અંગે વૈશ્વિક સ્તરે મોટુ નિવેદન આપ્યુ છે. આ પરિષદ દરમિયાન પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત આતંકીઓના સમર્થન દેશ જાહેર કરી દેવામા આવ્યો છે. મળતી માહિતી મુજબ આ દરમિયાન  પવન બઘેએ જણાવ્યું કે ભારતે પાકિસ્તાન જેવા અસફળ દેશ પાસેથી બોધપાઠ લેવાની જરુર નથી. પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્રબિંદુ છે અને માનવાધિકારોનો સૌથી ખરાબ દુરપયોગ કરી રહ્યાં છે. 

આ અંગે તેમણે આગળ વાત કરતા કહ્યું કે ભારતની સામે જુઠા અને દુર્ભાવનાપૂર્ણ પ્રચાર કરીને આવા મંચનો દુરપયોગ કરવાની પાકિસ્તાનની આદત છે અને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ પાકિસ્તાન સરકારની ગંભીર માનવાધિકારના ઉલ્લંઘનથી ધ્યાન હટાવવાની આદતથી વાકેફ છે. ઇસ્લામિક સહયોગ સંગઠનને ભારતના આંતરિક મામલામાં ટીપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી.  આ અગાઉ પાકિસ્તાને અફઘાન મામલે કરેલી ટીપ્પ્ણી બાબતે હવે પાકિસ્તાન વૈશ્વિક સ્તરે બધા દેશોની નજરે ચડી ચુકયૂ છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *