October 20, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

IPL 2021 : આજે દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે જામશે જંગ

IPL 2021માં આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ ટકરાશે. આ બે ટીમો લીગમાં બીજી વખત એકબીજા સામે ટકરાશે. ઋષભ પંતની આગેવાનીવાળી ટીમે પ્રથમ તબક્કો જીત સાથે પૂર્ણ કર્યો હતો. હવે તે UAE માં પણ જીત સાથે શરૂઆત કરવા ઈચ્છશે. તેમની પાસે સારા આક્રમક બેટ્સમેન છે. જે કોઈપણ સારા બોલીંગ આક્રમણને તોડી શકે છે.

સનરાઇઝર્સની વાત કરીએ તો જીત તેમના મનોબળને વધારશે અને તેમને ટુર્નામેન્ટમાં રહેવા મદદ કરશે. જો કે, તેમને જોની બેયરસ્ટોની ખોટ જરુર સાલશે. જેણે બીજા તબક્કામાંથી હટી જવાનો નિર્ણય કર્યો છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે વધુ જવાબદારી લેવી પડશે. ટીમને કેન વિલિયમસન, મનીષ પાંડે, રિદ્ધિમાન સાહા, કેદાર જાધવ, અબ્દુલ સમાદ અને વિજય શંકરના સારા યોગદાનની પણ જરૂર છે. બોલિંગમાં તેનું નેતૃત્વ રાશીદ ખાન કરશે, જેણે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં દિલ્હીના બેટ્સમેનોને રોકવા માટે અનુશાસિત પ્રદર્શન કરવું પડશે.દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ મેચ 7:30 વાગ્યે શરૂ થશે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *