September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

ડેન્ગ્યુ તેમજ વાહક જન્યન રોગ સામે ખેડા જિલ્લા તંત્ર સજ્જ

હાલ સમગ્ર ગુજરાતમાં અનિયમીત વરસાદી વાતાવરણના કારણે ડેન્ગયુ, ચીકુનગુન્યા્ તથા મેલેરીયાના કેસોમાં નોંધપાત્ર વધારો જણાયેલ છે. જેમાં ખેડા જિલ્લામાં છેલ્લા્ અઠવાડિયામાં નડિયાદ શહેરી વિસ્તારમા ૦૩ કેસ તથા અન્ય‍ તાલુકાના આજુબાજુના ગામોમાં ૧૦ ડેન્ગ્યુના કેસો જાહેર થયેલ છે. આ જોતા તા.૨૬/૦૮/૨૦૨૧ના રોજ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાસને સંચારી રોગ અંગેની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જિલ્લાન કલેકટરશ્રીએ રોગ નિયંત્રણ માટે જન સમુદાયનો સાથ સહકાર મેળવી રોગ નિયંત્રણની કામગીરી માટે સુચનો કરવામા આવ્યા હતા.

આ દરમિયાન કહેવામા આવ્યુ છે કે રવિવારે સવારે ૧૦/૦૦ કલાકે ૧૦.૦૦ મીનીટ ફાળવી પોતાના ઘરની આજુબાજુની ૧૦ મીટરની ત્રિજયામાં પાણીના સંગ્રહ સ્થાનોની ચકાસણી કરી પોરાનો નાશ કરવા દરેક સમાજના દરેક વ્ય્ક્તિ દ્વારા પ્રવૃત્તિ કરવી. ડેન્ગ્યુ રોગ એડિસ મચ્છર દ્વારા જ ફેલાય છે. જે મચ્છર ઘર વપરાશના ચોખ્ખા અને બંધિયાર પાણીમાં જ ઉત્પનન્નગ થાય છે. જેથી ઘરના તમામ પાણીના પાત્રો પક્ષીકુંજ, કુલર, ફુલદાની, જનસમુદાય પોતાના દ્વારા જ ચકાસણી કરી પોરાનો નાશ કરવો જોઇએ.  

જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લાદ વિકાસ અધિકારીશ્રીના અભિગમ મુજબ જનજાગૃતિ કેળવી રોગ નિયંત્રણ કામગીરીમાં જન સમુદાયની સહ ભાગીદારી નોંધાય તેવી પ્રવૃત્તિઓ હાથ ધરી તે અંગે કામગીરી હાથ ધરવા આદેશ આપવામા આવ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા અઠવાડિક કામગીરી સર્વેલન્સ  માટે આજુબાજુના તાલુકામાંથી ૩૦ જેટલા કર્મચારીઓ ડેપ્યુરટ કરવામાં આવેલ છે. આ સાથે  51 જેટલા વેકટર કંટ્રોલ ટીમની ફાળવણી કરવામાં આવેલ છે. જેઓ દ્વારા ડેન્ગ્યુ કેસ જાહેર થયેલા વિસ્તામરમાં સમય મર્યાદામાં ફોગીંગની કામગીરી સહિતના તમામ નિયંત્રણના પગલાં હાથ ધરવામાં આવ્યા છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *