October 20, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

ચોમાસાની ઋતુમાં વીજ સલામતી માટે આટલું ધ્યાન રાખીએ

ચોમાસાની ઋતુમાં ખાસ કરીને વીજળીના કારણે ઘણીવાર માનવ જીંદગીને નુકસાન થતું હોય છે તો ઘણી વાર જિંદગી પણ જોખમમાં મૂકી હોય છે ત્યારે આપણે સૌએ ચોમાસાની ઋતુ દરમિયાન આપણી સલામતી માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ કે જેથી કોઈ આકસ્મીક ઘટનાથી બચી શકાય.

નીચે આપેલી બબતોને ધ્યાનમા રાખીને આપણી જિંદગીને સલામત રાખીએ;

• ભીના હાથે ઇલેક્ટ્રિક સ્વીચ ચાલુ/ બંધ ન કરવી કે વીજ ઉપકરણોને અડકવું નહીં

• ઇલેક્ટ્રિક નેટવર્ક જેવા કે વીજ પોલ, ટ્રાન્સફોર્મર, વીજ તાર, મીટર પેટી, અર્થીંગ વાયર, સ્ટ્રીટ-લાઈટના પોલ કે ઇલેક્ટ્રિક બોક્ષને કદાપિ અડકવું નહીં. તેમજ  ત્યાં કે તેની આસપાસ દોરી કે તાર બાંધી કપડાં સુકવવા નહીં.

• બિનઅધિકૃત વ્યક્તિઓએ ઇલેક્ટ્રિક નેટવર્ક સાથે છેડછાડ કરવી નહીં. તેની પર જાહેરાત કે પોસ્ટર લગાવવા નહીં તથા અન્ય કેબલ કે વાયર વીંટાળવા નહીં.

• ઇલેક્ટ્રિક નેટવર્ક પર તણખા ઝરતા હોય તો તુરંત જ સ્થાનિક વીજ કચેરીને જાણ કરવી.

• વીજલાઈનની નીચે તેમજ ટ્રાન્સફોર્મર સેન્ટર નજીક વાહનો ઊભા રાખવાં નહીં કે પાર્ક કરવા નહીં. તેમજ વધુ ઊંચાઈના વાહનોને વીજલાઈનની નીચેથી સાવચેતીપૂર્વક પસાર કરવા.

• વીજલાઈન પર લંગર નાખીને વીજપ્રવાહ લેવો નહીં. કારખાના કે ઘરની બારીમાંથી પાણી, કચરો, મેટાલિક યાર્ન, તાર, વાયર કે ભંગાર વીજલાઈન પર ફેંકવો નહીં.

• બાંધકામ ચાલતું હોય તે સ્થળ પાસેથી પસાર થતી વીજલાઈન અને વીજ પોલથી સલામત અંતર જાળવવું.

• વીજ સલામતીના નિયમોનુસાર, યોગ્ય ક્ષમતાના ફ્યુઝ, MCB, RCCB તથા ELCBનો ઉપયોગ કરવો.

• કરારીત વીજભાર કરતા વધારે વીજભાર જોડેલ હોય તો વધારાના વીજભારને અધિકૃત કરાવી લઇએ.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *