September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

વિસનગરમાં વરસાદ સાથે પડી વીજળી, મોડી સાંજે વીજળી પડતા 2ના મોત

જનમાષ્ટમીના દિવસે ખુશીનાં માહોલ વચ્ચે વિસનગરમાંથી એક શોકના સમાચાર આવ્યા છે. વિસનગરના ગણપતપુરામાં સોમવારે મોડી સાંજે વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદ પડતા ચારેતરફ ખશીનો માહોલ હતો. આ દરમિયાન વિજળી પડતા 2 ના મોત થતાં ગામમાં ચકરાર મચી ગયો હતો. અહીં એક મહિલા અને એક યુવાન પર વીજળી પડતા તેમનુ ઘટના ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

આ પછી મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ લાવામાં આવ્યા. આ વિશે વિગતે વાત કરીએ તો અહીં કાલે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને ગાજવીજ સાથે વરસાદ પડવા લાગ્યો હતો. આ બંને સાંજના સમયે ખેતરમાં ઘાસ ચારો લેવા ગયા હતા અને તે સમયે જ વીજળી બંનેના મોત થયા હતા.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *