October 20, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

પેરાલિમ્પિકમાં ભારતની ધૂમ, શૂટિંગમાં સોના ચાંદીનો વરસાદ, મનીષે જીત્યો ગાલ્ડ મેડલ તો સિંહરાજના નામે સિલ્વર મેડલ

ટોક્યો પેરાલિમ્પિક્સના શૂટિંગમાં ભારતીય પેરાશૂટર્સે કમાલ કરી દીધી છે. મનીષ નરવાલે ગોલ્ડ જીતી લીધો છે જ્યારે સિંહરાજે સિલ્વર મેડલ જીત્યો છે. મનીષ નરવાલે P4 મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ SS-1 ફાઇનલમાં 218.2ના સ્કોર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સિંહરાજ (216.7) બીજા સ્થાને રહ્યો. ભારતની મેડલ ટેલી હવે 15 છે.

આ બંને પેરા શૂટર ફરીદાબાદના રહેવાસી છે. ક્વોલિફિકેશનમાં સિંહરાજ 536 પોઈન્ટ સાથે ચોથા સ્થાને હતો. જ્યારે મનીષ નરવાલ (533) સાતમાં સ્થાને રહ્યો હતો. આ સાથે 19 વર્ષીય મનીષ નરવાલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. અગાઉ અવની લખેરા (મહિલાઓની 10 મીટર એર રાઇફલ SH1) અને સુમિત એન્ટિલ (પુરુષોની ભાલા ફેંક F64) એ ગોલ્ડ મેડલ જીત્યા હતા.

39 વર્ષના સિંહરાજે આ પેરાલિમ્પિક્સમાં બીજો મેડલ મેળવ્યો હતો. આ પહેલા તેણે 10 મીટર એર પિસ્તોલ SH1માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અવની લખેરાએ પણ બે મેડલ જીત્યા છે. ગોલ્ડ ઉપરાંત તેણે બ્રોન્ઝ જીત્યો છે. વર્તમાન પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં 15 મેડલ જીત્યા છે. ભારત પાસે હવે 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ છે. પેરાલિમ્પિક્સના ઇતિહાસમાં ભારતનું આ શ્રેષ્ઠ પ્રદર્શન છે. રિયો પેરાલિમ્પિક્સ (2016) માં ભારતે 2 ગોલ્ડ સહિત 4 મેડલ જીત્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનીષ અને સિંહરાજને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કર્યું- ટોક્યો પેરાલિમ્પિક્સમાંથી ગૌરવપૂર્ણ પ્રદર્શન ચાલુ છે. યુવાન અને ખૂબ જ પ્રતિભાશાળી મનીષ નરવાલની તેજસ્વી સિદ્ધિ. તેમનો ગોલ્ડ મેડલ જીતવો ભારતીય રમત માટે ખાસ ક્ષણ છે. તેમને અભિનંદન. ભવિષ્ય માટે શુભેચ્છાઓ.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *