September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં ‘આયુષ આપ કે દ્વાર’ કાર્યક્રમ યોજાયો, 10.70 લાખથી વધુ ઔષધીય રોપાનું થયુ નિઃશુલ્ક વિતરણ

કેન્દ્ર સરકાર દ્વારા ચાલી રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં ‘આયુષ આપકે દ્વાર’ કાર્યક્રમ અંતર્ગત નેશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ, દિલ્હી તેમજ ગુજરાત મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તા.૩૦ ઓગસ્ટથી તા. ૫ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં રાજ્યની વિવિધ નર્સરીઓમાંથી કુલ ૧૦.૭૦ લાખથી વધુ ઔષધીય રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.

દેશની આઝાદીનાં ૭૫મા વર્ષની ઉજવણીના અનુસંધાને  ‘આયુષ આપ કે દ્વાર’ કાર્યક્રમ અંતર્ગત વર્ષ દરમિયાન દેશભરમાં કુલ ૭૫ લાખ ઔષધીય રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતમાં ૨૪૭૮ ખેડૂતોને ૬,૪૪,૬૦૧ રોપા, ૮૮૧૩ અન્ય લોકોને ૨,૫૧,૦૪૩ રોપા, ૬૫૬૬ શૈક્ષણિક સંસ્થાઓને ૧,૬૪,૫૨૬ રોપાનુ વિતરણ કરાયુ છે.

આ સિવાય ૧૩ જેટલી આરોગ્ય અને ૧૨ જેટલી સરકારી સંસ્થાઓને અનુક્રમે ૮૦૨૦ તથા ૨૦૬૦ રોપા એમ કુલ ૧૭,૮૬૨ લાભાર્થીઓને ૧૦,૭૦,૨૫૦ જેટલા ઔષધીય વનસ્પતિઓના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આ સાથે નાગરિકોને રાજ્યમાં આવેલી વિવિધ નર્સરીઓના સ્થળ અને સંપર્કની વિગતોની માહિતી માટે www.gmpb.gujarat.gov.in  વેબસાઈટ પરથી રોપાઓ વિતરણ અંગે માહિતી મેળવી શકશે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *