September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

નારાજગીના બણગા વચ્ચે CM ભુપેન્દ્ર પટેલના મળ્યા બાદ નીતિન પટેલ આવ્યા મીડિયા સામે, કહ્યું-બધાને બધું મળે એ શક્ય નથી….

આજે સવારે જ નીતિન પટેલને નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મળ્યા હતા. ત્યારબાદ નીતિન પટેલે નિવેદનમાં જણાવ્યું હતું કે ભુપેન્દ્ર મારા એક સારા મિત્ર છે અને પારિવારિક સંબંધ ધરાવે છે. હાલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે મારામાં નારાજગી છે, પરંતુ નારાજગીની કોઈ વાત જ નથી. હું ભુપેન્દ્ર ભાઈની સાથે જ છું. પાર્ટીમાં બધાને બધુ મળે એ શક્ય નથી. ભાજપે મને ઘણું બધું આપ્યું છે.

ગઈ કાલે પણ મહેસાણામાં નીતિન પટેલે આ અંગે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે ભલભલા જતા રહેશે. હું જ્યાં સુધી જનતાના મગજમાં છું કોઈ મને કાઢી નથી શકવાનું. હું ભૂતકાળમાં વિરોધ પક્ષમાં રહેલો છું. આજે મારું જે સ્થાન છે એ કડી અને મહેસાણાની જનતા તેમજ બીજેપીને આભારી છે. આ સરકાર એવી નથી કે બોલીને ફરી જાય. મને પક્ષમાં ઘણી તકલીફ્ પડી છે. ભૂતકાળમાં મેં બહુ સહન કર્યું છે. કમસેકમ નીતિન પટેલ બોલીને ફરી જાય એમ નથી.

ઉલ્લેખનીય છે કે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે રાજભવન જઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપરત કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ આજે બપોરે 2.20 વાગ્યે રાજભવન ખાતે યોજાશે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીપદના શપથ લેવા જતા પહેલાં ઘરે ભગવાનની પૂજા કરી હતી

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *