September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

દેશમાં રસીકરણ પૂરજોશમાં બીજી તરફ કોરોના ગતી પડી ધીમી, 24 કલાકમાં 27,254 કેસ, 219ના મોત

ભારતમાં એક બાજુ રસીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો બીજી તરફ કોરોના ગતી ધીમી પડી રહી છે  દરરોજ નોંધાતા કેસમાં ૪ ટકા કરતા વધુ ઘટાડો થયો છે. જ્યારે અઠવાડિક કેસમાં ૧૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં નવા ૨૭,૨૫૪ કેસ નોંધાયા છે જ્યારે ૨૧૯ લોકોનાં મોત થયા છે. તો સાથે સાથે એક જ દિવસમાં ૩૭,૬૮૭ લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં રિકવરી રેટ થોડો વધીને ૯૭.૫૪ ટકા થયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં ૧૦,૬૫૨નો ઘટાડો થયો હતો. સતત ૭૮મા દિવસે દેશમાં ૫૦,૦૦૦ કરતા ઓછા કેસ નોંધાયા હતા. વીકલી પોઝિટિવિટી રેટ ૨.૧૧ ટકા નોંધાયો હતો જે સતત ૮૦મા દિવસે ૩ ટકાથી નીચે રહ્યો હતો. જ્યરે ડેઈલી પોઝિટિવિટી રેટ ૨.૨૬ ટકા નોંધાયો હતો જે સતત ૧૪મા દિવસે ૩ ટકાથી ઓછો હતો.

દેશમાં પાંચ રાજ્યોમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. જેમાં કેરળમાં ૨૦,૨૪૦, તામિલનાડુમાં ૧,૬૦૮, આંધ્ર પ્રદેશમાં ૧,૧૯૦, કર્ણાટક ૮૦૩ અને પિૃમ બંગાળમાં ૭૫૧ કેસ નોંધાયા હતા. નવા કેસ પૈકી ૯૦ ટકા કેસ તો એકલા પાંચ રાજ્યોમાં જ નોંધાયા હતા. એકલા કેરળમાં જ નવા ૭૪.૨૬ ટકા કેસ નોંધાયા હતા. ભારતમાં વેક્સિનેશન ઝુંબેશ પૂરપાટ વેગે આગળ વધી રહી છે. સોમવારે વેક્સિનેશન કાર્યક્રમે એક નવો ર્કીતિમાન સ્થાપ્યો છે. અત્યાર સુધીમાં ૭૫ કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. ભારતનાં વેક્સિનેશન કાર્યક્રમની પ્રશંસા કરવામાં આવી છે. ઉઁર્ંએ કહ્યું હતું કે ભારતમાં વેક્સિનેશન ઝુંબેશ એટલી ઝડપથી ચાલી રહી છે જેને કારણે ૧૩ દિવસમાં જ ૬૫ કરોડથી ૭૫ કરોડ સુધીનો વેક્સિનેશનનો લક્ષ્‍યાંક પૂરો કરાયો છે. દેશમાં શરૃઆતમાં ૧૦ કરોડ લોકોને વેક્સિન આપતા ૮૫ દિવસ લાગ્યા હતા. સરકાર દ્વારા તહેવારો પછી કોરોના વકરે તો તેનો સામનો કરવા માટે તૈયારી કરી લીધી છે. જેમાં ૫૦ ટકા બેડ વેન્ટિલેટર સાથે તૈયાર કરવામાં આવ્યા છે. જો જરૃર પડે તો વધુ ૪૦,૦૦૦ બેડ તાકીદનાં ઉપયોગ માટે સજ્જ કરાયા છે. દરેક જિલ્લાની હોસ્પિટલોને પાંચ વેન્ટિલેટર્સ આપવામાં આવ્યા છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *