October 20, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

વડોદરાથી 8 કિસાન રેલનું સંચાલન, દિલ્લીને મળશે વડોદરાના કેળા તથા રસીલા ચીકુનો સ્વાદ

કિશાન રેલના માધ્યમથી ગુજરાતના કિશાનોને મળશે નવી બઝાર. પશ્ચિમ રેલવેના વડોદરા મંડલથી ઓછા ભાડા તથા ઝડપી પરીવહન “ કિસાન રેલ ”ના દ્વારા સ્થાનીય કિસાનોના ઉત્પાદનને સારૂ બઝાર ઉપલ્બધ કરાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. મંડળથી અત્યાર સુધી ૮ કિસાન રેલીનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું છે. વડોદરા મંડળના ડીઆરએમ શ્રી અમિત ગુપ્તાના મુજબ અત્યાર સુધી ડિવીઝન દ્વારા કિસાન રેલોનુ સંચાલન કરી ચુક્યા છે. જેના માધ્યમથી ૨૯૯૦ ટન કેળા તથા ચીકુ ના આદર્શ નગર દિલ્લી માટે પરિવહન થઇ ગયુ છે આમાં સાત જનરલ કોચના માધ્યમથી અંકલેશ્વર તથા ૧૨૬ જનરલ કોચ અને આઠ ફુલ રેક કેળા તથા ચીકુ વડોદરાથી દિલ્લીના આદર્શ નગરને મોકલાવ્યા છે.

માર્ચથી ઓગસ્ટ ૨૦૨૧ સુધી ૮૫.૬૮ લાખ રૂપિયા ની રેલ રાજસ્વ પ્રાપ્ત થઇ છે. શ્રી ગુપ્તા ના મુજબ મંડળના બિઝનસ ડેવલોપમેન્ટ યુનિટ ના સક્રિય તથા કડી મહેનતના ફળસ્વરૂપ આ સફળતા પ્રાપ્ત થઈ છે . ભારતીય રેલ્વે દ્વારા કિસાન રેલ નું સંચાલન આખા દેશ ભર માં થઇ રહ્યો છે. જેના વધુ ઉત્પાદન વાળા ક્ષેત્ર થી કિસાન તેમના વધુ વપરાશ વાળા વિસ્તારમાં મોકલી તેમના ઉત્પાદ ની સાચી મૂલ્ય મેળવી શકે છે તથા ઓછા સમય તથા ઓછા ભાડા માં તેમની ઉપજ ને કિસાન રેલના માધ્યમ થી નવા બઝારમાં પહોચાળવા માં સફળતા પ્રાપ્ત થઇ છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *