October 20, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

પાકિસ્તાનની ગંદી ચાલ: કાશ્મીરની જૂની તસવીરો બતાવીને કરી ભારતીય સેનાને બદનામ

હાલમાં જ પાકિસ્તાન સરકારે એક ડોઝિયર જારી કર્યું છે જેમાં ભારતીય સુરક્ષા દળો પર જમ્મુ -કાશ્મીરમાં સામૂહિક હત્યાઓ કરવાનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે. પાકિસ્તાને કેટલીક તસવીરો પણ બતાવી છે જે જૂની છે અને તેનો જમ્મુ -કાશ્મીર સાથે કોઈ સંબંધ નથી. પાકિસ્તાન હજુ પણ તેની હરકતોથી સુધર્યું નથી. તેઓ કાશ્મીર વિશે વારંવાર ખોટા દાવા કરી રહ્યા છે.

આ વિશે વિગતે વાત કરીએ તો ગયા અઠવાડિયે જ પાકિસ્તાન સરકારે એક ડોઝિયર જારી કર્યું છે જેમાં તેણે ભારતીય સુરક્ષા દળો પર જમ્મુ -કાશ્મીરમાં સામૂહિક હત્યાઓ કરવાનો ખોટો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના એનએસએ મોઈદ યુસુફ, વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશી અને માનવાધિકાર મંત્રી શિરીન મઝારીએ ગયા અઠવાડિયે ઈસ્લામાબાદમાં આ ડોઝિયર બહાર પાડ્યું હતું અને એટલું જ નહીં પાકિસ્તાને જૂની તસવીરો બતાવીને ભારતીય સેનાને બદનામ કરવાનો પણ નિષ્ફળ પ્રયાસ કર્યો છે.

પાકિસ્તાને ડોઝિયરમાં એક તસવીર જાહેર કરી છે અને દાવો કર્યો છે કે જહાંગીર ખાંડે 4 જુલાઈ 2017ના રોજ પુલવામાના બાહમાનુ વિસ્તારમાં ભારતીય સુરક્ષા દળો દ્વારા માર્યો ગયો હતો. પાકિસ્તાને શંકા વ્યક્ત કરી છે કે ભારતે ‘રાસાયણિક હથિયારો’નો ઉપયોગ કર્યો છે. આ સાથે રાસાયણિક હથિયારોના ઉપયોગના દાવાને યોગ્ય ઠેરવવા માટે પાકિસ્તાન દ્વારા ઉપયોગમાં લેવાતી તસવીર 2011ની છે.

આ ફોટો નવેમ્બર 2011માં લેવામાં આવ્યો હતો. આ પહેલા પણ 2009માં આ જ તસવીરો અન્ય પ્લેટફોર્મ પર પણ શેર કરવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે આ લાશ ગાઝાની ઘટના છે જ્યાં સફેદ ફોસ્ફરસ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો અને હવે આ વણચકાસાયેલા ચિત્રોને પાકિસ્તાને તેના ડોઝિયરમાં સ્થાન આપ્યું છે.

જાણવા મળ્યું છે કે પાકિસ્તાન સરકારે 153 પાનાનું એક ડોઝિયર જારી કર્યું હતું પરંતુ તેમાં ક્યાંય એ વાતનો ઉલ્લેખ નહોતો કે 2017 માં પુલવામાના બહમાનુ વિસ્તારમાં માર્યા ગયેલા આતંકવાદીઓ આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલા છે. ભારતે હિઝબુલ મુજાહિદ્દીનને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. અમેરિકાએ તેને ‘વિદેશી આતંકવાદી સંગઠન’ પણ જાહેર કર્યું છે. તેના વડા સૈયદ સલાહુદ્દીન છે, જેને અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યા છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *