September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં હિન્દી દિવસનું આયોજન

પશ્ચિમ રેલવે વડોદરા મંડળ પર હિન્દી દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અમિત ગુપ્તાએ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. ડીઆરએમ શ્રી ગુપ્તાએ સરકારી કચેરીઓમાં રાજભાષા હિન્દીનો ઉપયોગ વધારવા પર ભાર મૂક્યો હતો અને દરેકને વિનંતી કરી હતી કે તે હિન્દીનો શક્ય તેટલો પ્રચાર કરે.

આ દરમિયાન, માનનીય ગૃહમંત્રી, માનનીય રેલવે મંત્રી, પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અને ડિવિઝનલ રેલવે મેનેજરના હિન્દી દિવસના સંદેશાનું વાંચન કરવામાં આવ્યું હતું. અને બધાએ ‘રાજભાષા પ્રતિજ્ઞા” પણ લીધી. આ પ્રસંગમાં એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અધિકારીઓ દ્વારા રાજભાષા હિન્દી વિશે તેમના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા.

તે પછી, પ્રસંગમાં રાજભાષા પ્રશ્ન મંચ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ડિવિઝનલ રેલવે મેનેજરના કર કમળો દ્વારા વિજેતાઓને સ્થળ પર ઇનામો પણ આપવામાં આવ્યા હતા. અધિક મુખ્ય રાજ્યભાષા અધિકારી અને અધિક ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અમરેન્દ્ર કુમાર સિંહે પણ ફંકશનમાં પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.આ પ્રસંગમાં વડોદરા વિભાગના વરિષ્ઠ રેલવે અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રાજભાષા અધિકારી શ્રી સતીશ વલવીએ કર્યું હતું.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *