September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

UTS મહિલા આર્ટસ કોલેજ, નડીયાદ ખાતે તાલુકા કક્ષાનો ઔદ્યોગિક ભરતીમેળોના આયોજન, પ્રેરણાત્મક સ્વરોજગારમા ફક્ત મહિલાઓ માટે શિબિર યોજાશે, જાણો વિગતે માહિતી

પેટા પ્રાદેશિક રોજગાર કચેરી, નડિયાદ દ્વારા રોજગાર ઇચ્છુક ઉમેદવારોના લાભાર્થે તા.૧૭/૦૯/૨૦૨૧ના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે યુ.ટી.એસ મહિલા આર્ટસ કોલેજ, નડીયાદ જી.ખેડા ખાતે તાલુકા કક્ષાનાં મહિલા માટે  ઔદ્યોગિક ભરતીમેળા તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં નોકરીદાતા હાજર રહેશે જેમનાં દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ માટે ૧૮થી ૩૫ વર્ષની વય ધરાવતી  ધો-૧૦/૧૨ પાસ કે વધુ પાસ હોય તેવી ફક્ત મહિલા ઉમેદવારો માટે  વિવિધ ખાલી જગ્યાઓ ભરવા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ સાથે કહેવામા આવ્યુ છે કે પાત્રતા ધરાવતા તમામ ઉમેદવારો ભરતીમેળામાં ભાગ લઇ શકશે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા તથા પાસપોર્ટ-સાઇઝ ફોટોગ્રાફ્સ સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ખેડા જિલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે.

આ સાથે જે ઉમેદવારોની નામ નોંધણી કરાવવાની બાકી હોય તેવા ઉમેદવારોએ (૧)શાળા છોડયાનું પ્રમાણપત્ર (૨)ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની માર્કશીટ (૩)જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો) (૪)વધારાની લાયકાતની માર્કશીટ તેમજ મોબાઈલ નંબર,ઈ-મેઈલ આઈડી અને એક પાસપોર્ટ-સાઇઝ ફોટોગ્રાફ તેમજ તમામ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો સાથે હાજર રહેવાનુ રહેશે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *