October 20, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

PM મોદીનું વિમાન એર ઈન્ડિયા વન પાકિસ્તાની વાયુ સીમામાંથી કરવું પડ્યું પસાર, જાણો શું હતું આ પાછળનું કારણ

હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની યાત્રા પર છે. આ દરમિયાન દિલ્હીથી વોશિંગ્ટન ડીસી જતી વેળાએ PM મોદીનું વિમાન એર ઈન્ડિયા વન પાકિસ્તાની વાયુ સીમામાંથી પસાર થયું હોવાના સમાચાર સામે આવ્યાં છે. જો કે આ માટે અગાઉથી જ ભારત તરફથી પાકિસ્તાન પાસે મંજૂરી માગવામાં આવી હતી જેમાં પાકિસ્તાની હામી બાદ આ માર્ગ પર વિમાન આગળ વધ્યું હતું.

મળતી માહિતી મુજબ જ્યારથી તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો છે ત્યારથી ભારતીય વિમાન સુરક્ષાનાં કારણોને ધ્યાનમાં રાખતાં અફઘાન એરસ્પેસનો ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો કારણ કે આ વિમાનમાં NSA અજિત ડોભાલ, વિદેશસચિવ હર્ષવર્ધન શ્રૃંગલા સહિત સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતાં. આ વખતે ભારતીય વિમાન પાકિસ્તાની વાયુ સીમાનો ઉપયોગ કરતા વડાપ્રધાન નોનસ્ટોપ યાત્રા કરી રહ્યાં છે.

આ સાથે બીજી તરફ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ તેણે 16 ઓગસ્ટે પોતાના એરસ્પેસ કોમર્શિયલ ફ્લાઈટ માટે બંધ કરી દીધા છે. આ બધી પરિસ્થિતિ જોતા ભારત સરકારે એરલાઇન્સ કંપનીઓને અફઘાનિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી ઉડાન ન ભરવા માટે એડવાઈઝરી પણ જાહેર કરી છે.

• આ યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ નીચે મૂજબ રહેશે.

22 સપ્ટેમ્બરે- અમેરિકા જવા માટે નીકળશે
23 સપ્ટેમ્બરે- અમેરિકામાં પહોંચશે
23 સપ્ટેમ્બરે- ઓસ્ટ્રેલિયા, જાપાનના પીએમ સાથે મુલાકાત કરશે
24 સપ્ટેમ્બર- વડાપ્રધાન મોદી અને અબાઈડનની મુલાકાતનો કાર્યક્રમ છે.
24 સપ્ટેમ્બર- ક્વાડ બેઠકમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે
25 સપ્ટેમ્બર- UNGAમાં પીએમ મોદીનું સંબોધન
26 સપ્ટેમ્બર- ભારત પરત આવવા નીકળશે
27 સપ્ટેમ્બર- દિલ્હી પરત ફરશે વડાપ્રધાન

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *