October 20, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

આજથી US પ્રવાસે PM મોદી, જો બાયડન સાથેની આ મુલાકાત પર દૂનિયાભરના દેશોની નજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમની ત્રણ દિવસની યુએસ યાત્રા માટે રવાના થશે. અમેરિકાની મુલાકાત દરમિયાન PM મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં 76 માં સત્રની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરશે અને અમેરિકા સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બિડેન સાથે તેમની મુલાકાતનો કાર્યક્રમ પણ છે, તેમજ PM મોદીની અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથેની મુલાકાતનો કાર્યક્રમ પણ છે. 25 સપ્ટેમ્બરે PM મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં 76 માં સત્રને સંબોધિત કરશે. સંયુક્ત રાષ્ટ્રમાં આ વર્ષની મુખ્ય થીમ COVID-19 હશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં 76 માં સત્રને સંબોધતા વડાપ્રધાન પ્રાદેશિક પરિસ્થિતિ, સરહદ પાર આતંકવાદ, કોવિડ-19 સામે લડવાના વૈશ્વિક પ્રયાસો અને આબોહવા પરિવર્તન અને બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારાની જરૂરિયાત સહિતનાં મહત્વનાં મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

PM મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન મુખ્યત્વે ચાર મોટી ઘટનાઓ છે. યુએસ, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસ સાથે ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લેવો, યુએસ સાથે દ્વિપક્ષીય વાર્તાલાભ, યુએન જનરલ એસેમ્બલીમાં સંબોધન અને વ્યાવસાયિક વાર્તાલાભ. PM મોદીની સાથે અમેરિકામાં વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિત એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આવશે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું હતું કે તેમની આગામી યુએસ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન 24 સપ્ટેમ્બરે દ્વિપક્ષીય બેઠકમાં અફઘાનિસ્તાનમાં તાજેતરનાં ઘટનાક્રમને પગલે હાલની પ્રાદેશિક સુરક્ષા સ્થિતિ અંગે ચર્ચા કરશે. તેમણે કહ્યું કે, ‘કટ્ટરપંથ, ઉગ્રવાદ, સરહદ પાર આતંકવાદ અને વૈશ્વિક આતંકવાદી નેટવર્કને સમાપ્ત કરવાની જરૂર છે.’ 24 સપ્ટેમ્બરનાં રોજ, યુએસ રાષ્ટ્રપતિ જો બિડેન પ્રથમ વખત ક્વોડ લીડર્સ સમિટનું રૂબરૂ આયોજન કરશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનનાં વડાપ્રધાન યોશીહિદે સુગા સામેલ થશે.

PM મોદીનાં પ્રવાસનું એક મુખ્ય આકર્ષણ અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બિડેન સાથે વ્હાઈટ હાઉસમાં મુલાકાત છે. રાષ્ટ્રપતિ બિડેન સાથે આ તેમની પ્રથમ વ્યક્તિગત મુલાકાત હશે. બંને નેતાઓ તાજેતરનાં મહિનાઓમાં નિયમિત સંપર્કમાં છે. નવેમ્બરમાં, PM મોદીએ રાષ્ટ્રપતિ બિડેનને તેમની ચૂંટણી જીત માટે અભિનંદન આપવા માટે ફોન કર્યો હતો. ત્યારથી, તેઓએ આ વર્ષે ફેબ્રુઆરી અને એપ્રિલમાં પણ વાત કરી છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *