October 20, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

IPL 2021 : છેલ્લી ઓવરમાં કાર્તિક ત્યાગીએ પંજાબના હાથમાંથી છીનવી લીધી મેચ, રાજસ્થાનનો ધમાકેદાર વિજય

IPL 2021 : છેલ્લી

રાજસ્થાન અને પંજાબની મેચમાં ખુબ જ રોમાંચ જોવા મળ્યો હતો. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સની શરમજનક હાર થઈ હતી. પંજાબને જીત માટે છેલ્લી ઓવરમાં માત્ર 4 રન બનાવવાના હતા. અને 8 વિકેટ હાથમાં હતી. પરંતુ થયું એવું કે પંજાબની ટીમ છેલ્લી ઓવરમાં માત્ર 1 જ રન કરી શકી હતી. કાર્તિક ત્યાગીએ શાનદાર ઓવર નાખતા પંજાબના હાથમાં છેલ્લી ઘડીએ મેચ છીનવી લીધી હતી.

IPL 2021ની 32 મી મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 2 રનથી હરાવ્યું હતું. પંજાબ કિંગ્સને 186 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેમાં છેલ્લી ઓવરમાં પંજાબને માત્ર 4 રન બનાવવાના હતા, પરંતુ છતાં કેએલ રાહુલની ટીમ મેચ 2 રને હારી થઈ હતી. રાજસ્થાનની જીતનો હીરો કાર્તિક ત્યાગી હતો જેણે છેલ્લી ઓવરમાં માત્ર 1 રન આપીને બે વિકેટ ઝડપી હતી. છેલ્લી ઓવરમાં કાર્તિક ત્યાગીએ નિકોલસ પૂરણ અને દીપક હુડ્ડાને આઉટ કર્યા અને છેલ્લા બોલ પર તેણે ફેબિયન એલનનો બોલ ડોટ કરીને પોતાની ટીમને ચમત્કારિક વિજય અપાવ્યો હતો.  આ જીત સાથે રાજસ્થાન રોયલ્સે 8 મેચમાં 8 પોઇન્ટ મેળવ્યા છે અને પોઈન્ટ ટેબલમાં પાંચમા નંબરે પહોંચી ગઈ છે. આ સાથે જ કિંગ્સ ઇલેવન પંજાબની 9 મેચમાં આ છઠ્ઠી હાર છે.

આઈપીએલના ઈતિહાસમાં 11 વર્ષ પછી, એવું બન્યું છે જ્યારે છેલ્લી ઓવરમાં 4 રનના સ્કોરનો બચાવ થયો હોય. કાર્તિક પહેલા વર્ષ 2009 માં મુનાફ પટેલે પ્રથમ વખત આ પરાક્રમ કર્યું હતું. કાર્તિકે મેચમાં 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ લીધી હતી. છેલ્લી ઓવરમાં 4 રનનો બચાવ કરવા માટે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *