September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

નડિયાદની આર.ટી.ઓ કચેરીમાં વાહનોને લગતી હાલની સીરિઝનું રી-ઓકશન થશે શરૂ, 20-9થી શરૂ થશે કામગીરી

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડયાદ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવ્યુ છે કે નડિયાદની કચેરીમાં ટુ-વ્હીલર, ફોર વ્હીલર ( નોન ટ્રાન્સપોર્ટ), તેમજ થ્રી વ્હીલર ( ટ્રાન્સપોર્ટ) વાહનોને લગતી હાલની સીરિઝનું રી-ઓકશન ટુ-વ્હીલર જી.જે.૦૭. ઇ.એફ (EF), ફોર વ્હીલર જી.જે.૦૭. ડી.ઈ (DE) તથાં થ્રી વ્હીલર જી.જે.૦૭. ટી.વી. (TV) તા.૨૦-૦૯-૨૦૨૧થી રી-ઓકશન શરૂ કરવામાં આવશે,

આ સાથે કહેવામા આવ્યુ છે કે પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરી online http://parivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી રી-ઓકશનમાં ભાગ લઈ શકશે. જે માટે અરજદારોએ નીચે દર્શાવેલ પ્રક્રિયા તેમજ સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે.

  1. અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર જવું, વેબસાઇટમાં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરી અને fancy number booking પર ક્લિક કરવું.
  2. પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવી સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું.
  3. પસંદગીનો નંબર સિલેક્ટ કરી દર્શાવેલી ઓનલાઇન ફી ભરવી અને બિડિંગ એટલેકે હરાજીમાં ભાગ લેવો. 4. હરાજીમાં નંબર મેળવ્યા બાદ 5 દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી અને હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓમાથી એપ્રૂઅલ લઈ નંબર લઈ લેવો.
  4. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે અને ટુ-વ્હીલર સીરિઝ GJ07-EF- નું ઓનલાઈન રી ઓકશન થશે. ફોર વ્હીલર સીરિઝ GJ07-DE- નું ઓનલાઈન રી ઓકશન થશે. થ્રી વ્હીલર સીરિઝ GJ07-TV- નું ઓનલાઈન રી ઓકશન થશે.
  5. નવી સીરિઝના ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે તા.૨૦-૦૯-૨૦૨૧થી ૨૨-૦૯-૨૦૨૧ સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે.
  6. તા ૨૩-૦૯-૨૦૨૧ના સાંજના ૦૬:૧૦ કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થશે.
  7. તા ૨૪-૦૯-૨૦૨૧ ના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે. વાહનનું રજીસ્ટ્રેશન કારાવેલુ હોવું જરૂરી છે.
  8. વાહન વેચાણ તારીખથી ૭ દિવસની અંદર સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે.અને સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહી.
Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *