September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

તમારે પણ બેંક ખાતામાં 15 લાખ રૂપિયા જોઈએ છે? તો કરી લો ફક્ત આ નાનું કામ, જાણો ફાયદાની વાત

આજનો જમાનો એવો મોંઘવારીનો ચાલી રહ્યો છે કે જો તમે બચત નહીં કરો તો નહીં ચાલે, કારણ કે ખર્ચા જ એટલા વધી ગયા છે. ત્યારે અમે તમને આજે જે બચત યોજના જણાવવા જઈ રહ્યા છીએ. જેને અપનાવીને તમે 15 લાખ રૂપિયા મેળવી શકો છો. તમારે એના માટે એક નાનું કામ કરવું પડશે. તમારે હવેથી પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) માં રોકાણ શરૂ કરવાની જરૂર છે. જો તમે ઈચ્છો તો, તમે દર મહિને 500 રૂપિયાની રકમથી તેને શરૂ કરી શકો છો. જો કે, 15 લાખ રૂપિયા મેળવવા માટે તમારે દર મહિને 5 હજાર રૂપિયા એટલે કે એક વર્ષમાં 60 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે.

મળતી માહિતી પ્રમાણે હાલમાં આ યોજના પર 7.10 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. આ રોકાણ યોજના 15 વર્ષ માટે છે. જ્યારે આ સમયગાળો પૂરો થાય છે, ત્યારે તમને 9 લાખ રૂપિયા પ્રિન્સિપાલ અને 6 લાખ 77 હજાર રૂપિયા વ્યાજ મળશે એટલે કે લગભગ 15 લાખ 78 હજાર રૂપિયા. તો વિચારો કે આટલા જ રોકારણમાં તમે 15 લાખની રોકડી કરી શકો છો. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર લોકોમાં બચતને પ્રોત્સાહન આપવા માટે PPF યોજના ચલાવે છે.

કહેવામાં આવે છે કે 15 વર્ષની મુદતવાળી આ યોજના સલામત છે. આ યોજનામાં, માંદગી અથવા અન્ય કટોકટી દરમિયાન, તમે 5 વર્ષ પછી કેટલીક રકમનું આંશિક ઉપાડ પણ કરી શકો છો. તે જાણવું પણ યોગ્ય છે કે તમે PPF માં વાર્ષિક 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. જેના કારણે તમને 15 વર્ષ પછી જે રકમ મળશે તે પણ મોટી હશે. ત્યારે હવે લોકો આ રીતે રોકાણ કરીને પૈસા કમાવા તરફ વળી રહ્યાં છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *