September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

સાણંદમાં આવેલી અમેરિકન કાર કંપની ફોર્ડ કરશે કાર નિર્માણનો પ્લાન્ટ બંધ, કંપનીમાં કામ કરતા હજારો કારીગરો થશે બેરોજગાર

ગુજરાતના સાણંદમાં આવેલી અમેરિકન કાર કંપની ફોર્ડ હવે બંધ થવા જઈ રહી છે. આ પાછ્ળનુ કારણ સામે આવી રહ્યુ છે કે તેને ભારતમાં યોગ્ય બિઝનેસ મળી રહ્યો નથી જેથી હવેથી સાણદ ખાતે આવેલા પ્લાન્ટમાં કારનું ઉત્પાદન બંધ થયુ છે. આ કંપની વિશે વાત કરીએ તો તેણે 2015માં સાણદમા પોતાનો પ્લાન્ટ શરૂ કર્યો હતો પણ હવે ફોર્ડને ભારતીય બજારમાંકારનું ઓછું વેચાણ મળી રહ્યુ છે અને નિકાસના ઓછાં ઓર્ડર મળી રહ્યા છે.

મળતી માહિતી મુજબ કંપની સાણંદમાં ફકત એન્જિનનું ઉત્પાદન ચાલુ રાખશે અને અહીંથી એન્જિનની નિકાસ કરવામાં આવશે. ભારતમાં આ તેનો બીજો પ્લાન્ટ છે.  પ્લાન્ટ બંધ થવા પાછળ તેમનુ કહેવુ છે કે ગુજરાત પ્લાન્ટની 2.20 લાખ કારની ઉત્પાદન ક્ષમતા છે જ્યારે હાલમા તેને 30થી 40  હજાર કારના જ ઓર્ડર મળી રહ્યા છે. બીજી તરફ એક મુદ્દો એ છે કે હાલ આ પ્લાન્ટમાં 3 હજારથી વધુ લોકો કામ કરી રહ્યા હતા અને હવે આ નિર્ણયથી આ કારીગરોની રોજગારી બંધ થઈ છે. જો કે કર્મચારીના રોજગારી અંગે કે કંપની બંધ થતાં છટણી અંગે હજુ પણ કંપની દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *