November 27, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

કુમાઉમાં પડ્યો એટલો વરસાદ કે તુટી ગયો 124 વર્ષનો રેકોર્ડ, ઉત્તરાખંડમાં 48 કલાકમાં થયા 23 લોકોના મોત

ઉત્તરાખંડમાં છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિબ્ગાગે આગાહી આપતા કહ્યું છે કે બુધવારથી હવામાન લગભગ બધે જ ચોખ્ખુ થઈ જશે. આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી હતી અને સાંજ બાદ હવામાન બદલાશે, વરસાદની મોસમ બંધ થઈ જશે તેવુ કહેવામા આવ્યુ હતુ. આ વરસાદે કુમાઉ ક્ષેત્રમાં દોઢસો વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. છેલ્લા 48 કલાકમાં અહી 23 લોકોના મોત થયા છે. માત્ર કુમાઉંમાં 17 લોકોના મોતના સમાચાર છે.

આ સિવાય નૈનીતાલમાં 13, અલમોડામાં 4, ઉધમસિંહનગર અને અલમોરામાં 1-1 લોકો ગુમ છે. સોમવારે પૌરીમાં 3, ચંપાવતમાં 2 અને પિથોરાગઢમાં 1નુ મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. છેલ્લા 24 કલાકની વિગતો આપતા હવામાન કેન્દ્રએ કહ્યું કે કુમાઉ વિસ્તારમાં છેલ્લા 24 કલાકના વરસાદએ 124 વર્ષના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ દરમિયાન કુમાઉના કેટલાક વિસ્તારોમાં 500 મીમી સુધીનો રેકોર્ડ વરસાદ નોંધાયો હતો.

ઉત્તરાખંડના આ વરસાદ વિશે સીએમ ધામીએ કહ્યું કે અત્યાર સુધીમાં 16 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને રાજ્યમાં ઘરો અને પુલ સહિતના માળખાને ભારે નુકસાન થયું છે. સીએમ ધામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ઉત્તરાખંડની તાજેતરની હવામાન પરિસ્થિતિઓ વિશે માહિતી આપી હતી.

ધામીએ કહ્યું કે રાજ્યમાં બચાવ કામગીરી માટે ત્રણ હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા છે. બીજી બાજુ એક મોટા સમાચાર સામે આવ્યા છે કે ઉધમ સિંહ નગર સ્થિત નાનક સાગર ડેમના તમામ દરવાજા ખોલવા પડ્યા હતા કારણ કે ભારે વરસાદને કારણે પ્રવાહમાં જબરદસ્ત વધારો થયો હતો.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *