November 27, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

તંત્રએ ફરી નિર્ણય બદલ્યો : સ્ટેચ્યુ ઑફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીને પ્રવાસીઓ માટે ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ PM મોદીના આગમનના કારણે સ્ટેચ્યૂ ઑફ યુનિટીને 5 દિવસ સુધી મુલાકાતીઓ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે આજે આ નિર્ણય બદલવામાં આવ્યો છે.

આ અંગે સ્ટેચ્યુ ઑફ યુનિટી મેનેજમેન્ટે સત્તાવાર જાહેરાત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, સ્ટૂચ્યુ ઑફ યુનિટીને 5 દિવસ સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય પરત લેવામાં આવ્યો છે. ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ માટે સલામતીનો પૂરતો બંદોબસ્ત રાખી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રખાશે.

જણાવી દઈએ કે, PM મોદી રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે કેવડિયા આવી રહ્યાં છે. જેના પગલે સ્ટેચ્યુ ઑફ યુનિટી મેનેજમેન્ટ દ્વારા 28 ઑક્ટોબરથી 1 નવેમ્બર સુધી સ્ટેચ્યુને પ્રવાસીઓ માટે બંધ રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, દર વર્ષની જે આ વર્ષે પણ પ્રોટોકૉલ મુજબ ઑનલાઈન ટિકિટ નહીં મળે.

એવું કહેવાય છે કે, PM મોદી 30 ઑક્ટોબરે કેવડિયા આવશે અને સાંજે તેઓ નર્મદા મૈયાની આરતી કરીને ઘાટનું લોકાર્પણ કરશે. જે બાદ કેવડિયામાં જ રાત્રે રોકાશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં જ PM મોદીએ સ્ટેચ્યુ ઑફ યુનિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ તેને જોવા આવનારા સહેલાણીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે કોરોના કાળમાં પણ 50 લાખથી વધુ પ્રવાસીઓ અહીં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિહાળવા આવી ચૂક્યાં છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *