September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

આ તાલિબાનીઓ પણ ગજબ છે હોં, અમેરિકાના ફાઈટર વિમાનમાં દોરડા બાંધીને હિંચકા ખાવા લાગ્યા, જુઓ Video

અમેરીકાના ગયા બાદ તાલિબાનીઓએ જબરદસ્તી અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો અને સરકાર પણ બનાવી લીધી. પરંતુ અમેરીકાના વિમાન સાથે હવે તેઓ પોતાનું મનોરંજન કરી રહ્યા છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાની સાથે જ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થવા લાગ્યા. તેવામાં હાલ તાલિબાનીઓનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. તમે તાલિબાનીઓનો અમ્યુઝમેન્ટ પાર્કમાં રમતો, આઇસક્રીમ ખાતો વીડિયો તેમજ જીમમાં ઇક્યુપમેન્ટ્સ સાથે રમત રમતો વીડિયો તો જોયો જ હશે. આજે અમે તમારા માટે એવો જ એક વીડિયો લઇને આવ્યા છીએ. આ વીડિયોમાં તાલિબાની લડાકુઓ અમેરીકી ફાઇટર જેટના વિંગ પર દોરડી બાંધીને હિંચકા ખાય રહ્યા છે. તાલિબાનીઓનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોને પાકિસ્તાનના પત્રકાર બાઘવાને શેર કર્યો છે. ડિસેબલ થઇ ગયા પછી આ વિમાન હવે અન્ય કોઇ ઉપયોગમાં આવે તેમ નથી જેથી તાલિબાનીઓ તેને હિંચકા ખાવામાં વાપરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે કઇ રીતે તાલિબાની આતંકીઓ ગ્રાઉન્ડમાં ઉભા રહીને ફાઇટર જેટના વિંગ પર દોરી બાંધીને હિંચકા ખાય રહ્યા છે. વીડિયોમાં એક આતંકી હિંચકા પર બેઠો છે અને અન્ય આતંકીઓ તેને હિંચકા નાખી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તાલિબાનીઓના શાસનમાં હાલ પણ એજ હાલાત છે જે આજથી 20 વર્ષ પહેલા હતા. તાલિબાનીઓના હાથમાં સરકાર અને સત્તા આવતા જ તેમણે ફરીથી પોતાનું સ્વરૂપ બતાવવાનું ચાલુ કરી દીધુ છે. હાલમાં જ તેમણે 2 પત્રકારોને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *