September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

પુલવામામાં ફરી આતંકવાદીઓ થયા સક્રિય, ગ્રેનેડ હુમલોમા ત્રણ નાગરીક થયા ઘાયલ

દેશમા ફરી એકવખત કાશ્મીરમાથી આતંકી હમલો થયાના સમાચાર સામે આવ્યા છે. આજે પુલવામામાં આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે જે ત્યાની મુખ્ય ચોકી પર તૈનાત સુરક્ષાદળોને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યો હતો. આ ગ્રેનેડ હમલામા ત્રણ સ્થાનીક લોકો ઘાયલ થયા છે જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

હવે સુરક્ષાદળો દ્વારા આ હુમલો કરીને ફરાર થયેલા આતંકવાદીઓને શોધવા સર્ચ ઓપરેશન ચલાવવામા આવી રહ્યુ છે જે માટે આખા વિસ્તારની ઘેરાબંધી પણ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આતંકી સંગઠનો પહેલા કરતા અલગ વ્યૂહરચના મુજબ કામ કરી રહ્યા છે અને  સુરક્ષાદળોને વધુમાં વધુ નુકસાન પહોંચાડવા હિટ એન્ડ રનની યોજનાથી ગ્રેનેડ હુમલા કરી રહ્યા છે.

ઓવર ગ્રાઉન્ડ વર્કરો અને હાઈબ્રિડ આતંકવાદી દ્વારા આવા કામો કરાવામા આવી રહ્યા છે જેથી જો આ લોકો પકડાય જાય તો પણ આતંકી સંગઠનોને વધુ નુકસાન થાય નહી. આ મામલે ડીજીપીએ કહ્યું હતું કે પોલીસ ઓજીડબ્લ્યૂ સહિત આતંકીવાદીઓ અને તેમના સમર્થકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે કારણ કે ઓજીડબ્લ્યૂ જ છે જે સિલેક્ટીવ હત્યા કરવા માટે પિસ્તોલ ઉઠાવે છે અને નિર્દોષ નાગરીકોને પોતાનું નિશાન બનાવા માટે ગ્રેનેડ હુમલા કરે છે.

આ સાથે તેમણે કહ્યુ છે કે અમે આના વિરુદ્ધ કડક પગલા લઈ રહ્યા છે. સુરક્ષાદળો માટે આ એક નવો પડકાર છે. સ્લીપર સેલની જેમ આ પાર્ટ ટાઈમ આતંકીવાદીઓ સામાન્ય નાગરીકોને ટાર્ગેટ કરી રહ્યા છે. કાશ્મીરમાં હાલમાંજ થયેલી નેતાઓ અને પોલીસકર્મીઓની હત્યાઓમાં હાઈબ્રિડ આતંકવાદીઓ સામેલ હતાં.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *