November 27, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

અફઘાનિસ્તાનમાં છોકરાઓએ આપ્યો તાલિબાનોને મુહતોડ જવાબ, કહ્યું: છોકરીઓની શાળા ન ખુલે ત્યાં સુધી તેઓ પણ શાળાએ નહીં આવે

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ત્યાંના લોકોનું જીવન અસ્તવ્યસ્તt બની ગયું છે. તાલિબાનનો આતંક કાયમ વધી રહ્યો છે. તાલિબાન સરકારે અફઘાનિસ્તાનમાં છોકરાઓ માટે શાળાઓ ખોલવાની જાહેરાત કરી છે. પરંતુ છોકરીઓને શાળાએ જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આવી સ્થિતિમાં અફઘાન છોકરાઓએ છોકરીઓ સાથે એકતા દર્શાવતા શાળાએ ન જવાનો નિર્ણય કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.

મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાનમાં છોકરાઓ માટે શાળાઓ ખુલી છે, પરંતુ છોકરીઓની શાળાઓ ખુલ્લી ન હોવાને કારણે ઘણા અફઘાન છોકરાઓ ઘરે પરત ફર્યા છે. તેમણે કહ્યું કે મહિલાઓ આ સમાજનો અડધો ભાગ છે અને જ્યાં સુધી તેમના માટે શાળાઓ ન ખોલવામાં આવે ત્યાં સુધી તેઓ પણ શાળાએ નહીં આવે. 18 વર્ષનો રહુલ્લા 12મા ધોરણનો વિદ્યાર્થી છે. તેણે કહ્યું કે આ સમાજનો અડધો ભાગ મહિલાઓનો છે.

જ્યાં સુધી તેમને પણ ત્યાં ભણવાની મંજૂરી ન મળે ત્યાં સુધી અમે શાળાએ જઈશું નહીં. આ અંગે તાલિબાનના શિક્ષણ મંત્રાલયે શુક્રવારે એક હુકમનામું બહાર પાડ્યું છે કે અફઘાનિસ્તાનમાં તમામ શાળાઓ 7 થી 12 ધોરણના છોકરાઓ માટે ખોલવી જોઈએ. આ સાથે તેમાં તમામ પુરૂષ શિક્ષકોને શાળાએ પહોંચવાનો આદેશ પણ આપ્યો હતો. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મજાહિદે કહ્યું કે છોકરીઓ માટે શાળાઓ ખોલતા પહેલા અમુક વયવસ્થા કરવામાં આવી રહી છે અને જે માટેની તારીખ હજુ નક્કી નથી.

આ ઘટના સામે આવતા યુનાઇટેડ નેશન્સે છોકરીઓના શિક્ષણના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે શિક્ષણ બધી છોકરીઓ માટે આવશ્યક છે. ખાસ કરીને યુવાન છોકરીઓ જેઓ તેમનો અભ્યાસ ચાલુ રાખવા માંગે છે. આ સિવાય મહિલા શિક્ષકોની પણ જરૂર છે. જો કે તાલિબાનોને કઈ ફરક પડતો નથી.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *