September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

આ સંસ્કૃતિના લોકો બિલાડીને માનતા દેવતા, જાણો શા આ પાછળની આખી રહસ્યમય માન્યતાઓ

ઇજિપ્તીય સંસ્કૃતિ દુનિયાની અમુક સૌથી જૂની માનવ સંસ્કૃતિ પૈકી છે. અનેક નોંધ મળી છે કે જે મુજબ પ્રાચીન ઇજિપ્તમાં પાલતુ પ્રાણીઓને ખૂબ માન આપવામાં આવતું હતું જેમાં કૂતરા, બિલાડા અને સાંપ જેવા પ્રાણીઓ સામેલ હતા. કૂતરા અને સાંપને દેવતા કહેવાતા. આ સાથે બિલાડીને ઇજિપ્તવાસીઓએ વિશેષ સ્થાન આપેલુ જેવિશે અહી વાત કરવામા આવી રહી છે. નાઇલ નદીના કિનારે મળી આવેલા પુરાવા મુજબ ઈજિપ્શિયન લોકો બિલાડીને પાળતા અને તેને પવિત્ર માનતા.

તેના બીજા પુરાવા પ્રાચીન ઈજિપ્શિયન ગ્રંથ અને ચિત્રોમાં પણ જોવા મળે છે. આ સંસ્કૃતિના લોકો જ્યારે બિલાડીનું મૃત્યુ થતુ તે પછી પણ તેને સાથે રાખતા હતા કારણ કે જીવન દરમિયન બિલાડી તેમની સૌથી સારી સાથીદાર હતી અને ગરમીની ઋતુમા બહારથી સાંપ-વિછી જેવા જીવજંતુઓ ઘરથી દૂર રાખવાનુ કામ કરતી. મળતી માહિતી મુજબ પિરામિડમાં જે શબપેટી રાખવામાં આવ હતી તેના ઉપર પણ બિલાડી સંબંધિત ચિત્રો જોવા મળ્યા અને જેમાં બિલાડી જેવા મોઢાવાળા દેવતા સાંપનું મોઢું ધરાવતા કાળરાક્ષસનો વધ કરતા હોય તેવું જોવા મળતું હતું.

લોકોમા મૃત્યુ બાદ બિલાડીને સાથે લઈને પરલોક જવાની પ્રથા હતી. નવાઇની વાત એ છે કે ઇજિપ્તના રાજવંશની કબર જ્યારે પિરામિડમાં મુકવામાં આવી હતી ત્યારે તેની સાથે રાજાનો ખજાનો, તેના પરિવારની કબર, ખાવા પીવાની નાયબ વસ્તુઓ અને પેહરવા માટેના કિંમતી કપડા તેમજ આભુષણો મૂકવામાં આવતા હતા. આ સિવાય મળેલા ચિત્રમાં બિલાડીની એક આંખ સોનાની બનેલી છે. આ ચિત્રને હાલ બ્રિટિશ મ્યુઝિયમ ખાતે “નેબામુનની કબર” વિભાગમાં રાખવામાં આવ્યું છે.

ઈજિપ્શિયન કબરમાં માણસ સાથે બિલાડીને મમી પણ મળી છે જેને કાર્નેગી મ્યુઝીયમ ઓફ નેચરલ હિસ્ટરી ખાતે સાચવવામાં આવ્યા છે. આ પાછ્ળનુ ત્યારે કારણ હતુ કે મૃત વ્યક્તિને પરલોક પોહચ્યાં સુધીમાં ખોરાકની જરૂર પડે તો તે બિલાડી ખાયને પોતાનું પેટ ભરી શકે ! અહીના રાજવંશ અને અમીર વર્ગના લોકો હતા તે પોતાની બિલાડીઓને સોનના આભૂષણ પેહરાવતા અને પોતાની થાળીમાં સાથે ખાવાનું પણ ખવડાવતા હતા. ઇજિપ્તના એક પ્રાચીન ગ્રંથોમાં બિલાડી કુળ સિંહણ સાથે સરખાવવામાં આવ્યું છે. આ સાથે તેઓ માનતા હતા કે બિલાડી પાસે હોવાથી કાળા જાદુગર અને ભૂત પિશાચ માણસ નજીક નથી આવતા અને તે સારા નસીબનું પ્રતીક છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *