October 20, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

દુનિયાની સૌથી જૂની બેન્ક બંધ થવાની અણીએ,ઈટાલીના લોકો આ બેન્કને પરિવારનો હિસ્સો ગણે છે

ઈટાલીના સિએનામાં 1472માં આ બેન્કની સ્થાપના થઇ હતી, તેને સરકાર ચલાવે છ.

દુનિયાની સૌથી જૂની બેન્ક બંકા મોન્ટે દેઈ પાસચી ડિ સિએના બંધ થવાની અણીએ છે. આ બેન્ક ઈટાલીના સિએના શહેરમાં છે. તેની સ્થાપના 1472માં કરાઈ હતી જે પુન:જાગરણ કાળની મહત્ત્વપૂર્ણ સિદ્ધિ મનાય છે. તે મોન્ટે દેઇ પાસચી બેન્ક નામે પ્રસિદ્ધ છે. ગત મહિને આ બેન્કની ગણતરી યુરોપની સૌથી નબળી લોન આપનાર બેન્ક તરીકે થઈ હતી.

યુરોપિયન નિયામકોએ મોન્ટે દેઈ પાસચી બેન્કની નાણાકીય સ્થિતિ ચકાસી હતી. તેમાં જાણ થઈ કે આ બેન્ક લાંબા સમયથી નાણાકીય છેતરપિંડીમાં સામેલ રહી હતી એટલા માટે તે ગંભીર મંદીના દોરમાંથી પસાર થઇ રહી છે. તેની મૂડી સંપૂર્ણપણે ખતમ થવાની અણીએ છે.

મોન્ટે દેઈ પાસચી બેન્કના બંધ થવાની આશંકાથી અનેક લોકો ચિંતિત છે. આ બેન્ક તેના સોનેરી દિવસોની યાદો સાથે જોડાયેલી છે. તેણે સિએનામાં અનેક લોકોને રોજગારી આપી હતી. તેણે કિંડરગાર્ટન, એમ્બ્યુલન્સ સેવાઓ સહિત અને લોકસુવિધાઓમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સ્થાનિક ઈતિહાસકાર મોરિજિયો બિયાનચિની કહે છે કે મોન્ટે દેઇ પાસચી સિએના શહેરની ધમકીઓવાળું લોહી છે.

આ બેન્ક સિએનાના દરેક પરિવારનો હિસ્સો છે. જ્યારે આ બેન્કને ખરીદવા માટે યુનિક્રેડિટ બેન્ક સામે આવી છે. તેણે ગત મહિને કહ્યું હતું કે તે મોન્ટે દેઇ પાસચીને ખરીદવા તૈયાર છે. માહિતી અનુસાર મોન્ટે દેઈ પાસચી બેન્ક વેચાયા બાદ પણ તેનું નામ નહીં બદલે. તેનું હેડક્વાર્ટર સિએનાથી મિલાનમાં ટ્રાન્સફર કરી દેવાશે.

550 વર્ષ જૂની બેન્કને દેશની ત્રીજી સૌથી મોટી બેન્ક ખરીદવા તૈયાર
મોન્ટે દેઇ પાસચી બેન્કની મુશ્કેલી 2008માં શરૂ થઇ હતી. ત્યારે તેણે એક હરીફ બેન્કનું અધિગ્રહણ કરવા મોટી રકમની ચુકવણી કરી હતી. મોન્ટે દેઇ પાસચી આ અધિગ્રહણ કરી ઈન્ટેસા સેનપાઓલો અને યુનિક્રેડિટ બાદ ઈટાલીની ત્રીજી સૌથી મોટી બેન્ક બનવા માગતી હતી. હવે ઈટાલી સરકારે બેન્કની સ્થિતિનું સત્ય સ્વીકારી લીધું છે. સરકારે 550 વર્ષ જૂની આ બેન્કને વેચવાની તૈયારી કરી લીધી છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *