September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

વોટ્સઅપને એક ભૂલ ભારે પડી, આ દેશમાં એપ્લિકેશનને એટલો દંડ ફટકાર્યો કે તમે તો મીંડા પણ નહીં ગણી શકો!

હાલ WhatsAppને મોટો ફટકો પડ્યો છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppને આ ફટકો આપ્યો છે આયર્લેન્ડે. અન્ય ફેસબુક કંપનીઓ સાથે અંગત ડેટા શેર કરવા બદલ તપાસ કરવામા આવી હતી અને જે તપાસ બાદ વોટ્સએપને ગુરુવારે 225 મિલિયન યુરો ($ 2660 મિલિયન)નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આયર્લેન્ડના ડેટા પ્રાઇવસી રેગ્યુલેટર DPC એટલે કે ડેટા પ્રાઇવસી કમિશનરે આ દંડ લગાવ્યો છે. જો કે આ અંગે ફેસબુકની માલિકીની વોટ્સએપે કહ્યું કે આ દંડ સંપૂર્ણપણે ખોટો છે અને કંપની આ અંગે અપીલ કરશે.

આ મામલે વોટ્સએપના પ્રવક્તા સાથે થયેલી વાતચીતમા તેનું કહેવું હતુ કે તે સુરક્ષિત અને ખાનગી પ્લેટફોર્મ આપવા માટે પ્રતિબદ્ધ છે. અમે સુનિશ્ચિત કરવા માટે કામ કર્યું છે કે અમે જે માહિતી પ્રદાન કરીએ છીએ તે પારદર્શક અને વ્યાપક છે અને આમ કરવાનું હજુ પણ આગળ ચાલુ રાખશે. અમે 2018માં લોકોને આપેલી પારદર્શિતા વિશેના આજના નિર્ણય સાથે અસંમત છીએ અને આ દંડ સંપૂર્ણપણે અસંગત છે.

બીજી તરફ WhatsAppએ પણ જાહેરાત કરી છે કે તેણે 16 જૂનથી 31 જુલાઈ સુધી 46 દિવસમાં 30 લાખથી વધુ ભારતીય એકાઉંન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. વોટ્સએપે કહ્યું કે 16 જૂનથી 31 જુલાઈ વચ્ચે 3,027,000 ભારતીય એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. કંપનીએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન તેને 594 ફરિયાદો મળી હતી જેના આધારે કંપનીએ આ કાર્યવાહી કરી છે. આમાંના મોટાભાગના એકાઉન્ટ્સ ઓટોમેટિક અથવા બલ્ક મેસેજને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *