November 27, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

હવે આ રીતે મેળવી શકાશે EWS સર્ટિફિકેટ, ઑનલાઈન એક અરજી કરી સરકારી નોકરીઓમાં 10 ટકા અનામતનો થશે લાભ

પટેલોના અનામત આંદોલન બાદ EWS સર્ટિફિકેટને માન્યતા આપવામા આવી હતી. આ માસ્ટરસ્ટ્રોક દ્બારા આર્થિક રીતે પછાત વર્ગને 10 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે જેને સંસદ અને બાદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 12 જાન્યુઆરી 2019ના રોજ લીલી જંડી આપી હતી. આ સાથે આ બિલનો અમલ કરનારું પ્રથમ રાજ્ય ગુજરાત હતુ.

આ વિશે વિગતે વાત કરીએ તો જે વ્યક્તિનાં કુટુંબનાં તમામ સ્ત્રોત મળીને કુલ વાર્ષિક આવક આઠ લાખ કરતાં ઓછી હોય તેમને આ EWS સર્ટિફિકેટ દ્વારા 10 ટકા અનામતનો લાભ મળશે જેને economically weaker section તરીકે ઓળખાય છે. આ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે અલગ અલગ પ્રમાણપત્ર આપે છે. અહી આ EWS સર્ટિફિકેટ અને તેને મેળવવા માટેની તમામ માહિતી જણાવામા આવી છે.

આ સર્ટિફિકેટ શૈક્ષણિક સંસ્થામાં એડમિશન માટે, સરકારી નોકરીઓમાં અનામતની છૂટ માટે, સરકારી નોકરીઓમાં 5 વર્ષની ઉંમર મર્યાદામાં છૂટછાટ માટે ઉપયોગમા આવશે. આ સાથે આ સર્ટિફિકેટ આઠ લાખથી ઓછી આવક હોય, કૃષિભૂમિ 5 હેક્ટરથી ઓછી હોય, ઘર 1000 સ્ક્વેરફૂટથી ઓછું, નિગમમાં રહેણાંક પ્લોટ 109 યાર્ડથી ઓછી જમીન, નિગમની બહારનો પ્લોટ હોય તો 209 યાર્ડથી ઓછી જમીન હોય તેવા લોકોને આપવમા આવશે.

આ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક https://www.digitalgujarat.gov.in/CitizenNew/ServiceDescriptionNew.aspx પર જવાનુ રહેશે અને ત્યા તમારી પાસબુક, ચેકબુક, આધારકાર્ડ, ઇન્કમટેક્સ રિટર્ન, જાતિનું પ્રમાણપત્ર, બીપીએલ કાર્ડ, પાનકાર્ડ, જનધન યોજના હેઠળ બેંક અકાઉન્ટ જેવા ડોક્યુમેંન્ટ અપલોડ કરવાના રહેશે. આ માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે લોગઈન પેજ ખોલી જીસ્ટ્રેશન કરવાનુ રહેશે. ત્યારબાદ ભાષાની પસંદગી કર્યા બાદ સ્ક્રોલ કરો અને નીચે આપેલ જગ્યાએ આધાર કાર્ડ નંબર નાખો .

આ પછી Continue બટન પર ક્લિક કરી ફોર્મમાં તમામ વિગત ભરો અને રેફરન્સ નંબર જનરેટ થાય તે ભવિષ્યના રેફરન્સ માટે તેને સુરક્ષિત રાખો, અને દસ્તાવેજ અપલોડ કરો અને ફી ચૂકવો. આ પછી ડોક્યુમેન્ટ્સ વેરીફાય થશે અને તમારા મોબાઇલ નંબર પર એસએમએસ આવશે ત્યારબાદ તમે તમારા EWS પ્રમાણપત્ર મેળવવા માટે નજીકની ઝોન ઓફિસમાં જઈ શકો છો.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *