September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

નડિયાદ, વસો અને મહુધા તાલુકાના વેપારીઓએ દિવાળી દરમિયાન દારૂખાનું સંગ્રહ તથા વેચવા માટેના હંગામી પરવાના માટે આ રીતે કરી શકાશે અરજીઓ, જાણો વિગતે માહિતી

હવે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને વેપારીઓએ તે માટેની તૈયારીઓ હાથ ધરી છે. નવેમ્બર-૨૦૨૧માં આવતા દિવાળીના તહેવારો દરમ્યાન દારૂખાનું સંગ્રહ તથા વેચવા માટેના હંગામી પરવાના સબ ડિવિઝનલ મેજીસ્ટ્રે૧ટશ્રી, નડિયાદ ખાતેથી આપવાનુ આયોજન છે. આ માટે ઇચ્છુક અરજદારોએ તા.૮/૧૦/૨૦૨૧ સુધીમાં સંપૂર્ણ વિગતો સાથેની અરજીઓ ત્રણ નકલમાં સંબંધિત મામલતદાર કચેરીમાં રજૂ કરવાની રહેશે.

આ સાથે આપવામા આવેલી માહિતીમા કહેવામા આવ્યુ છે કે જિલ્લાના અરજદારોની સવલત ખાતર ફોર્મ એ.ઇ.-૫ની અરજીના નમૂના જે તે તાલુકા મામલતદારની કચેરીમાં મોકલી આપવામાં આવ્યા  છે જેથી દૂરના અને ગ્રામ્ય વિસ્તારના અરજદારોએ તેમના તાલુકાની મામલતદારની કચેરીનો સંપર્ક સાંધવાનો રહેશે. આ સાથે અરજી નિયમ નમૂના ફોર્મ એ.ઇ.-પ ઉપર રૂ.ત્રણની કોર્ટ ફિની સ્ટેનમ્પ લગાવી તેની ત્રણ નકલમાં અરજી સંબંધિત મામલતદારની કચેરીએ તા.૦૮/૧૦/૨૦૨૧ સુધીમાં કરવાની રહેશે.

આ પછી અરજી સાથે ૦૦૭૦- O.A.S સદરે રૂા.૭૦૦/- (રૂા.૨૦૦/- તપાસણીના તેમજ રૂા.૫૦૦/- દારૂખાનુ રાખવાનો પરવાનો મંજૂર કરવાની) પરવાના ફિ પેટે ચલણથી જમા કરાવી તેનું અસલ ચલણ, ધંધાના સૂચિત સ્થતળની ૧૫૮ મીટરની ત્રિજયામાં આવેલ અન્યર દુકાનદારોના ઘંઘાનો પ્રકાર, શાળા, કોલેજ, હોસ્પિરટલો, સળગી ઉઠે તેવા પદાર્થોનું ગોડાઉન, પેટ્રોલ પંપ કે રક્ષિત ઇમારતો આવેલી હોય તો તેની સ્પળષ્ટધ વિગતો દર્શાવતો નકશો, જગ્યાથની માલિકી બાબતના પુરાવાઓ જોડવાના રહેશે.

આ સિવાય જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર અને ભાડે દુકાન આપનાર માલિકનું રૂા.૫૦/-ના સ્ટેરમ્પ પેપર ઉપર સંમતિ જવાબ, નગર પંચાયત/ગ્રામ પંચાયત/નગરપાલિકાનું “ના વાંધા પ્રમાણપત્ર” (એન.ઓ.સી.), ફાયર સેફટીની વ્યયવસ્થાર અંગેનું પ્રમાણપત્ર વગેરે તમામ આધાર પુરાવાઓ રજૂ કરવાના રહેશે. આ સાથે કહેવામા આવ્યુ છે કે .૦૮/૧૦/૨૦૨૧ બાદ મળેલ અરજીઓ તથા અધુરી વિગતો વાળી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહિ.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *