September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

ખેડાના બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડૂતો માટે શરૂ થઈ વિવિધ સહાયલક્ષી યોજનાઓ, જાણો કઈ રીતે કરી શકાશે અરજી અને શુ લાભ મળશે

ખેડા જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતાં અને કરવા માંગતા અનુસુચિત જાતી અને સામાન્ય જાતીના તમામ ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ શરૂ કરવામા આવી છે. આ યોજનામા સહાય/લાભ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ કરી શકે તે હેતુથી સરકારશ્રી દ્વારા આઇ ખેડૂત પોર્ટલ તા.૧૫/૦૯/૨૦૨૧ થી તા.૩૧/૧૨/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવનાર છે.

મળતી માહિતી મુજબ અતિ ઘનિષ્ઠ તથા ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ, વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો, ફળ, ફુલ અને શાકભાજી વેચતાં નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી, નવી ટીસ્યુ. લેબની સ્થાપના, બાયો કંટ્રોલ લેબ, કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ), કોલ્ડ ચેઇન ટેકનોલોજી ઇન્ડક્શન અને આધુનિકીકરણ, સંકલિત પેક હાઉસ, પ્રિ કુલીંગ યુનિટ, રાઇપનીંગ ચેમ્બર, રેફ્રીજરેટેડ ટ્રાન્સપોર્ટ વ્હિકલ, કોલ્ડરૂમ (સ્ટેગીંગ), સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમ, ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મીનીમલ પ્રોસેસીંગ યુનિટ વગેરે ઘટકોમાં સહાય/લાભ આપવામા આવશે.

આ માટે ખેડૂતો ઓનલાઇન અરજી કરી શકશે જે બાદ અરજીપત્રકની પ્રિન્ટ આઉટ લઇ અરજીપત્રકમાં અરજદારે સહી અથવા અંગૂઠાનું નિશાન કરી, આધાર કાર્ડની નકલ, ૭/૧૨ અને ૮-અ ની નવી અસલ નકલ, બેંક પાસબુકના પહેલા પાનાની  નકલ/કેન્સલ ચેક, અનુસુચિત જાતીના કિસ્સામાં સક્ષમ અધિકારીશ્રીનું જાતીનું પ્રમાણપત્ર, દિવ્યાંગ અરજદાર ખેડૂતના કિસ્સામાં તે બાબતનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર સહિત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. ૪-૫, ભોય તળીયું, ડી બ્લોક, સરદાર પટેલ ભવન, નડીયાદ, જી.ખેડા ખાતે અરજી કર્યાના એક અઠવાડિયામાં રજૂ કરવાનુ રહેશે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *